લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં ગુજરાતની 25, ઉત્તર પ્રદેશની 10, મહારાષ્ટ્રની 11 અને કર્ણાટકની 14 બેઠકોનો સમાવેશ થાય છે.ગુજરાતમાં પીએમ મોદીથી લઈને હર્ષ સંઘવી, અમિત શાહ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યુ છે. તો બીજી બાજુ મહારાષ્ટ્રમાં શરદ પવાર સહિતના નેતાઓ અને અભિનેતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
નેતાથી માંડીને અભિનેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકોને મતદાનની અપીલ કરી રહ્યાં છે. ચૂંટણીના ત્રીજા તબક્કામાં 11 કલાક સુધીમાં 25.41 ટકા મતદાન થયું છે.
રાજ્યના ગૃહપ્રધાન અને સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીએ મતાધિકારનો કર્યો ઉપયોગ.
ભાજપના ધારાસભ્ય રિવાબાએ કર્યુ મતદાન.
BCCIના સેક્રેટરી અને બિઝનેસમેન જય શાહે મતાધિકારનો કર્યો ઉપયોગ.
મહારાષ્ટ્રના બારામતી લોકસભા બેઠક પરથી એનસીપી-એસસીપી ઉમેદવાર સુપ્રિયા સુલેએ બારામતીમાં મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો. શરદ પવારે પણ કર્યુ મતદાન.
કર્ણાટકના ભૂતપૂર્વ સીએમ યેદિયુરપ્પાએ શિવામોગા મતદાન કેન્દ્ર પર કર્યુ મતદાન.
રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખે મહારાષ્ટ્રના લાતુરમાં મતદાન કર્યું.
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કર્ણાટકના કલબુર્ગીમાં પોતાનો મત આપ્યો
અજિત પવારે મતાધિકારનો કર્યો ઉપયોગ
(તસવીર સૌજન્ય: આઈઓએનએસ/ ઈન્સ્ટાગ્રામ)