ભારત-પાકિસ્તાનના ટેન્શને KSE-100 ઇન્ડેક્સ 7000 પોઇન્ટ તૂટ્યો

કરાચીઃ  ભારતની જવાબી કાર્યવાહીના એક દિવસ પછી પાકિસ્તાનના શેરબજારમાં ટ્રેડિંગ બંધ કરવું પડ્યું હતું. કરાચી સ્ટોક એક્સચેન્જ 7.2 ટકા અથવા (KSE-30 ઇન્ડેક્સ) 7000 પોઈન્ટથી તૂટી ગયો હતો. ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત પાકિસ્તાનમાં અનેક આતંકવાદી સંગઠનો પર હુમલાઓ કર્યા બાદ KSE-30 ઇન્ડેક્સમાં સાત ટકાથી વધુની ઘટાડા થતાં પાકિસ્તાનના શેરબજારનું ટ્રેડિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. આ પહેલાં KSE-100 ઇન્ડેક્સ પ બુધવારે ત્રણ ટકા ઘટ્યો હતો.

પાછલાં કેટલાંક સપ્તાહોથી પાકિસ્તાની શેર બજાર અને આર્થિક ઉથલપાથલ વચ્ચે પાકિસ્તાનની અર્થતંત્રની સ્થિતિ અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. જોકે ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા ટેન્શનની ભારતના શેરબજાર પર કોઈ ખાસ અસર જોવા મળી નથી. સેન્સેક્સ અને નિફ્ટી આજે સપાટ વેપાર કરી રહ્યા છે અને ગઈ કાલે તેજી સાથે બંધ થયા હતા.

બપોરે એક વાગ્યાની આસપાસ KSE-100 સૂચકાંક પાંચ ટકા (લગભગ 60000 પોઈન્ટ)થી વધુ ઘટી ,104,087ની આસપાસ પહોંચી ગયો હતો. પાકિસ્તાન કાગડોળે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) તરફથી ફંડિંગ સુવિધાના સંભવિત વિસ્તરણ અંગેના નિર્ણયની રાહ જોઇ રહ્યું છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા પહેલાં પાકિસ્તાનના બજારમાં પહેલગામ હુમલા બાદ ભારતીય એરફોર્સ દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પછી ફરીથી પાકિસ્તાનની આર્થિક સ્થિતિ બગડતી જઈ રહી છે.

ગયા વર્ષે  પાકિસ્તાનના સ્ટોક માર્કેટે છેલ્લાં 22 વર્ષોમાં સૌથી વધુ રિટર્ન આપ્યું હતું અને સમગ્ર વિશ્વના રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું હતું. એસેટ મેનેજમેન્ટ સાઇટ્સ જેવી કે BlackRock અને Eaton Vanc એ પાકિસ્તાનના ઇક્વિટી માર્કેટમાં 50 બિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું. બજારે ગયા વર્ષે શાનદાર 84 ટકા રિટર્ન આપ્યું હતું.