ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહે ગૃહમંત્રી અમિત શાહને આપી ધમકી

ખાલિસ્તાન તરફી નેતા અને ‘વારિસ પંજાબ દે’ના વડા અમૃતપાલ સિંહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મારી નાખવાની ધમકી આપી હતી.  પંજાબી ફિલ્મ અભિનેતા અને કાર્યકર્તા સંદીપ સિંહ ઉર્ફે દીપ સિદ્ધુની પુણ્યતિથિ પર ખાલિસ્તાની નેતાએ લોકોને સંબોધિત કરતી વખતે ખૂબ જ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેણે કહ્યું, ‘પંજાબનું દરેક બાળક ખાલિસ્તાન વિશે વાત કરે છે… જે કરવું હોય તે કરો… અમે અમારા અધિકારની માંગ કરીએ છીએ, અમે આ જમીન પર શાસન કર્યું છે. આ ધરતી પર આપણે હકદાર છીએ. આ ધરતીના આપણે જ દાવેદાર છીએ. આ પૃથ્વી પર સામ્રાજ્યનો દાવો આપણો છે. આમાંથી કોઈ પાછું નહીં લઈ શકે… પછી તે અમિત શાહ હોય, મોદી હોય કે ભગવંત માન. ભલે દુનિયાભરમાંથી સેના આવીને કહે કે તેઓ પોતાનો દાવો છોડશે નહીં.

અમૃતપાલે કહ્યું કે દીપે સંત ભિંડરાવાલેના માર્ગે ચાલીને ભારત સરકાર સાથે લડાઈ કરી હતી. આજે એ શહીદોની સ્મૃતિમાં અહીં શહીદ સ્મારક ગેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમૃતપાલે સરકાર પર આરોપ લગાવ્યો કે સરકારોએ અહીં આયોજિત ‘અમૃત સંચાર સમાગમ’ને રોકવા માટે ઘણી કોશિશ કરી પરંતુ સફળ થઈ શકી નહીં. અગાઉની સરકારે પણ અમારા મેળાવડાને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

અમૃતપાલ સિંહે આરોપ લગાવ્યો કે સરકારોએ અમારા મેળાવડા, અમારી યાત્રાને રોકવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ શીખોએ તેમની સાથે જોરદાર લડત આપી. સરકારો અમારી ધરપકડ કરવાની વાત કરી રહી છે, તેથી તેમને ખબર હોવી જોઈએ કે અમે જૂથ સાથે ધરપકડ કરીએ છીએ. અમે જેલની અંદર પણ અમૃતનો સંચાર કરીશું. અમારે જેલમાં જઈને ધર્મનો પ્રચાર કરવો પડે તો અમે તે કરવા પણ તૈયાર છીએ, પરંતુ સરકારોએ અમારી સાથે કોઈ રમત ન રમવી જોઈએ. તેમણે સરકાર પર અફવા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.

 

સરકાર ખોટી અફવાઓ ફેલાવે છે

સિંહે પોતાના સંબોધનમાં કહ્યું કે સરકાર મને પકડવા દરોડાની ખોટી અફવા ફેલાવી રહી છે. પણ હું ક્યાં છું એ બધા જાણે છે. તમારે જે કરવું હોય તે કરો પણ નિર્દોષને ત્રાસ ના આપો. રિમાન્ડ પર લેવામાં આવતા બાળક અંગે અમૃતપાલ સિંહે કહ્યું કે નિર્દોષનો શું વાંક હતો કે તેને રિમાન્ડ પર લેવામાં આવ્યો? હવે દરેક બાળક ખાલિસ્તાનની વાત કરી રહ્યું છે, તમે જે ઈચ્છો તે કરો, પરંતુ અમારો અધિકાર અમને પરત કરો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]