વિરાટ કોહલીની કોપી કરતો ઈશાન કિશનઃ વીડિયો વાયરલ

ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2023નો ખિતાબ જીત્યો. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે ટાઈટલ મેચમાં યજમાન શ્રીલંકાને આસાનીથી હરાવ્યું હતું. દાશુન શનાકાની ટીમને ફાઇનલમાં 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં ભારતીય ખેલાડી ઈશાન કિશન અને વિરાટ કોહલી જોવા મળી રહ્યા છે. આ વીડિયો ભારત-શ્રીલંકા ફાઇનલ મેચ પછીનો છે.  વાસ્તવમાં એશિયા કપ ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યા બાદ વિરાટ કોહલી, ઇશાન કિશન, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, શ્રેયસ અય્યર અને તિલક વર્મા વાત કરી રહ્યા હતા. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન વિરાટ કોહલીની નકલ કરવા લાગ્યો. ઈશાન કિશને વિરાટ કોહલીની ચાલવાની સ્ટાઈલની નકલ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન નજીકમાં ઉભેલા ખેલાડીઓ હસવાનું રોકી શક્યા નહીં.

 

વિરાટ કોહલીએ પણ ઈશાન કિશનની કરી કોપી

આ પછી વિરાટ કોહલી ક્યાં રોકવાનો હતો… વિરાટ કોહલીએ કોપી કરી ઈશાન કિશનની ચાલવાની સ્ટાઈલ, પછી શું… નજીકમાં ઉભેલા તમામ ખેલાડીઓ હસવાનું રોકી શક્યા નહીં. જોકે, ઈશાન કિશન અને વિરાટ કોહલીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. આ સાથે જ ભારતીય ટીમે એશિયા કપ ફાઇનલમાં શ્રીલંકાને 10 વિકેટે હરાવીને 8મી વખત ટાઇટલ જીત્યું હતું. બંને ટીમો વચ્ચે ટાઈટલ મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.