નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપને જોતા દરેક દેશ તેની દવા-રસીની શોધ કરવામાં વ્યસ્ત છે. કેટલાય દેશોએ કોરોના સંક્રમિત દર્દીઓ માટે હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આ દવાની કોરોના વાઈરસ પરની અજમાયશોને સસ્પેન્ડ કરાવી દીધી છે. WHO એ કહ્યું કે, મેલેરિયાની આ દવા કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં ન લેવાય. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, તેણે હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવાનો ઉપયોગ કોરોના વાયરસની સારવાર માટેના ટેક્નિકલ ટ્રાયલને અસ્થાયી રુપથી બંધ કરી દીધું છે. WHO નું કહેવું છે કે, તે આ નિર્ણય એ રિપોર્ટના આધારે લઈ રહ્યા છે કે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોનાના સંક્રમિત દર્દીઓ માટે હાઈડ્રોક્સીક્લોરોક્વિનના ઉપયોગથી કરોના દર્દીઓના મોતની શક્યતા વધી જાય છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક વરિષ્ઠ અધિકારીએ, ગત દિવસોમાં મેલેરિયા અને અન્ય બીમારીઓના ઉપચારમાં ઉપયોગમાં લેવાનારી દવા હાઈડ્રોક્સિક્લોરોક્વિન અથવા ક્લોરોક્વિનને કોવિડ- 19 સંક્રમણની સારવારમાં પ્રયોગમાં લાવવાને લઈને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, આ દવાઓને ક્લિનિકલ ટ્રાયલમાં ઉપયોગ માટે રિઝર્વ કરવાની જરુર છે.