નિકટનાં લોકોને કોરોના થતાં પુતિન સેલ્ફ-આઈસોલેટ થશે

મોસ્કોઃ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પોતાને સેલ્ફ-આઈસોલેટ કરવાના છે, કારણ કે પોતે જેમના સંપર્કમાં આવ્યા હતા એમાંના કેટલાંકને તાજેતરમાં કોરોના થયો હોવાનું માલુમ પડ્યું છે.

પ્રમુખાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે રશિયન ફેડરેશન પ્રમુખ વ્લાદિમીર પુતિને તાજિકિસ્તાન પ્રજાસત્તાકના પ્રમુખ ઈમોમાલી રહમોન સાથે ફોન પર વાત કરી હતી અને એમને કહ્યું હતું કે પોતાના વર્તુળમાં રહેલા કેટલાક જણને કોરોનાવાઈરસ થયો હોવાથી પોતાને અમુક સમયગાળા સુધી સેલ્ફ-આઈસોલેશનમાં જવું પડશે. પુતિને ગયા એપ્રિલમાં કોરોના-પ્રતિરોધક સ્વદેશી રસી સ્પુતનિક-વી લીધી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]