થાઈલેન્ડમાં 12 છોકરા, એમના કોચનાં બચાવનો વિડિયો જુઓ…

બેંગકોક – થાઈલેન્ડના નૌકાદળ SEALના જવાનોએ દિલધડક બચાવ કામગીરી હાથ ધરીને એક લાંબી ગુફામાંથી યુવા સોકર ટીમના સગીર વયના 12 છોકરાઓ અને એમના કોચને કેવી રીતે ઉગાર્યા એનો વિડિયો નૌકાદળે રિલીઝ કર્યો છે.

આ 12 છોકરા અને એમના કોચ 18 દિવસ સુધી એ ગુફામાં ફસાયા હતા. 23 જૂને ફૂટબોલની પ્રેક્ટિસ પૂરી કર્યા બાદ તેઓ કંઈક નવું સાહસ કરવાને ખાતર ગુફાની અંદર ગયા હતા, પણ એવામાં બહાર જોરદાર વરસાદ પડતાં પૂરનાં પાણીને લીધે ગુફાનું પ્રવેશદ્વાર બ્લોક થઈ ગયું હતું.

આ છોકરાઓ અને કોચની મુસીબત બ્રિટિશ ફોટોગ્રાફરોના ધ્યાનમાં આવી હતી અને થાઈલેન્ડ સરકારે નૌકાદળને રેસ્ક્યૂ મિશન સોંપ્યું હતું.

નૌકાદળના જવાનોએ ત્રણ દિવસ સુધી મહામહેનત કરીને બુધવારે તમામને સુરક્ષિત રીતે ગુફામાંથી ઉગાર્યા હતા. આ કામગીરી જવાનોએ કેવી રીતે હાથ ધરી, એના ડૂબકીમારોએ ગુફાના અત્યંત સાંકડા માર્ગોમાંથી દોરડા અને રબરના પાઈપ્સ, ઓક્સિજન સિલિન્ડર, માસ્ક સાથે છોકરાઓને કેવી રીતે બહાર કાઢ્યા એનું વિડિયો ફૂટેજ જુઓ.

httpss://www.facebook.com/ThaiSEAL/videos/1648720748584651/