અમેરિકાએ એચ-1બી વીઝા માટે અરજી ફી વધારવાની દરખાસ્ત કરી

વોશિગ્ટન– ટ્રમ્પ પ્રશાસને એચ1-બી વીઝા માટે અરજી ફી વધારવાની દરખાસ્ત કરી છે. શ્રમપ્રધાન એલેક્ઝેન્ડર અકોસ્ટે અમેરિકાના સાંસદનો કહ્યું હતું કે એક એપ્રેન્ટિસ કાર્યક્રમને વધારવાના સંબધમાં આવક વધારવાના હેતુથી આ દરખાસ્ત કરાઈ છે.

આ કાર્યક્રમ દ્વારા અમેરિકી યુવાઓને પ્રૌદ્યોગિક સંબધિત ગતિવિધિઓનું પ્રશિક્ષણ અપાય છે. જો કે અકોસ્ટાએ સંસદ (કોંગ્રેસ)ની સમિતિ 1 ઓકટોબર, 2019થી શરૂ થઈ રહેલ નાણાકીય વર્ષ 2020 માટે શ્રમ મંત્રાલયનું વાર્ષિક બજેટ રજૂ કરતી વખતે એચ1-બી માટે અરજી ફીમાં કેટલો વધારો કરવો તેની જાણકારી આપી નથી. અને તેમજ એ પણ નથી જણાવ્યું કે તેને કઈ શ્રેણીઓની અરજીકર્તાઓ પર લાગુ થશે. પરંતુ પૂર્વના અનુભવોને આધારે જોવાય છે કે જે ભારતીય આઈટી કંપનીઓની દરખાસ્તથી અરજી ફીમાં વધારો થશે તો કંપનીઓ પર બોજો પડશે.

ભારતીય આઈટી કંપનીઓ એચ1-બી વીઝા માટે સૌથી વધુ આવેદન આપે છે. એચ1- બી વીઝા દ્વારા અમેરિકી કંપનીઓને વિશિષ્ટ વ્યવસાય જેમાં ટેકનિકલી અથવા સૈદ્ધાંતિક વિશેષજ્ઞતા જોઈએ છે, તેમાં વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે.