રશિયા- દુનિયાભરના ઈન્ટરનેટ વપરાશકારોએ આગામી 48 કલાક દરમિયાન કોઇપણ સમયે નેટવર્ક ફેલ જેવી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ટેક એક્સપર્ટ અનુસાર સાયબર હુમલાનો સામનો કરવા માટે દુનિયાના મુખ્ય ડોમેન સર્વરનું મેન્ટેનેન્સ કરવામાં આવશે. જેથી દુનિયાના મુખ્ય ડોમેન સર્વરમાં ડોટ કોમ, ડોટ ઈન અને ડોટ ઓઆરજી સહિતની વેબસાઈટ ડાઉન થઈ શકે છે.રશિયન મીડિયાના જણાવ્યા મુજબ બધા જ ડોમેન સર્વરનું નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવામાં આવશે. જેથી થોડા સમય માટે આખી દુનિયાની મોટાભાગની વેબસાઇટ કામ નહીં કરે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઈન્ટરનેટ કોર્પોરેશન ઓફ અસાઇન્ડ નેમ્સ એન્ડ નંબર્સ મેન્ટેનેન્સ દરમિયાન ક્રિપ્ટોગ્રાફિક કીમાં પરિવર્તન કરશે.
ઉપરોક્ત પ્રોસેસ બાદ ઈન્ટરનેટ એડ્રેસ બુક અને ડોમેન નેમ સિસ્ટમની સુરક્ષા પ્રણાલી વધારે શક્તિશાળી બનશે. સાથે જ સાયબર હુમલાની અસર વેબસાઇટ પર પડશે નહીં.
ICANN અનુસાર સાયબર હુમલાથી બચવા માટે આ ખૂબ જ જરુરી પગલું છે. કમ્યુનિકેશન્સ રેગ્યુલેટરી ઓર્થોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે, જો નેટવર્ક ઓપરેટર અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર આ પરિવર્તન માટે તૈયાર નથી થતા તો તેનાથી યુઝર્સ પ્રભાવિત થશે.