માલદીવઃ માલદીવની કમાન સંભાળ્યા પછી ભારતવિરોધી વલણ અપનાવનારા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુની સરકારની ખતરાની ઘંટડી વાગી ગઈ છે. ચીન સમર્થક રાષ્ટ્રપતિ મુઇજ્જુ ભારતવિરોધી નિવેદનોને કારણે નિશાના પર છે. વિરોધ પક્ષો મુઇજ્જુના ભારતવિરોધી વલણ અને ચીની સરકારથી વધતી મિત્રતા પર સવાલ ઊભા કરી ચૂક્યા છે. હવે શક્યતા છે કે ભારતવિરોધી મોઇજ્જુ સરકારની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. માલદીવના વિરોધી પક્ષો રાષ્ટ્રપતિ મુઇજ્જુની વિરુદ્ધ ઇમ્પિચમેન્ટ લાવવા પર સહમત થઈ ગયા છે.
સ્થાનિક મિડિયાએ જણાવ્યું હતું કે સંસદમાં બહુમત મૂકનારી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)એ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુની વિરુદ્ધ ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવ રજૂ કરવા માટે પર્યાપ્ત હસ્તાક્ષર એકત્ર કરી લીધા છે. MDPના એક સાંસદે જણાવ્યું હતું કે માલદીવિયન પ્રસ્તાવ માટે પર્યાપ્ત હસ્તાક્ષર એકત્ર કરી લીધા છે. જોકે વિરોધ પક્ષોએ અત્યાર સુધી એ જમા નથી કરાવ્યા.
આ ઘટનાક્રમ માલદીવની સંસદમાં ચીન સમર્થક મુઇજ્જુના મંત્રીમંડળના ચાર સભ્યોની મંજૂરી પર મતભેદોને લઈને સરકાર સમર્થક સાંસદો અને વિરોધ પક્ષોના સાંસદોની વચ્ચે ઝડપના એક દિવસ બાદ બન્યો હતો. મુખ્ય વિપક્ષ MDPએ કેબિનેટ પર મતદાનથી પહેલાં રાષ્ટ્રપતિના મંત્રીમંડળના ચાર સભ્યો માટે સંસદીય મંજૂરીને અટકાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ સરકાર સમર્થક સાંસદોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું, જેનાથી સંસદીય બેઠકની કાર્યવાહીમાં ભંગ પડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઝડપ દરમ્યાન કાંદિથિમુથી સાંસદ અબદુલ્લા શહીમ હકીમ શહીમ અને કેંદીકુલલહુધુથી સાંસદ અહમદ ઇસાની વચ્ચે ઝપાઝપી થઈ હતી.