આમ તો ઇતિહાસમાં દરેક વર્ષ મહત્ત્વનું હોય છે, પણ કેટલાંક વર્ષ એવાં હોય છે, જે ઇતિહાસને નવી ઓળખ આપે છે, અમીટ છાપ છોડી જાય છે. એ વર્ષોમાં કંઈક એવી ઘટના બને છે વિશ્વ પૂરેપૂરું ના બદલાય તો કંઈ નહીં, પણ કમસે કમ મોટી છાપ છોડી જાય છે. ઇતિહાસનાં આવાં કેટલાંક વર્ષ છે, 2001, 1990, 1918, 1962, 1953 1789, 1905, 1945 અને 1979. આ વર્ષોમાં કઈ એવી મહત્ત્વની ઘટના બની. ચાલો જાણીએ…
વર્ષ 1789
આ વર્ષ ફ્રાંસિસી ક્રાંન્તિનું વર્ષ છે. એ આધુનિક લોકતંત્રનું વર્ષ હતું. જાન્યુઆરી, 1789માં જ્યોર્જ વોશિંગ્ટને અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતીને એ વર્ષે એપ્રિલમાં શપથ લીધા હતા.
વર્ષ 1905
વર્ષ 1905ને નામે આઇન્સ્ટાઇનનો મોટો વૈજ્ઞાનિક ખુલાસો સામે આવ્યો હતો. એ વર્ષે આલ્બર્ટે રિલેટિવિટીની સ્પેશિયલ થિયરી આપી હતી. આઇન્સ્ટાઇન પ્રથમ વ્યક્તિ હતા, જેમણે સાબિત કર્યું હતું કે ફિઝિક્સના નિયમ હંમેશાં સાચા નથી હોતા. 1905માં રશિયામાં પહેલી ક્રાંતિ થઈ હતી.
વર્ષ 1918
આ વર્ષ જર્મન, ઓસ્ટ્રો-હંગેરી, ઓટોમન અને રશિયાના સામ્રાજ્યનું પતનનું વર્ષ હતું. ત્યાર બાદ આધુનિક યુગનો પ્રારંભ થયો. 1918ની સૌથી મોટી ઘટના સ્પેનિશ ફ્લુ હતી. વિશ્વની આશે એક તૃતીયાંસ વસતિ એ ફ્લુનો શિકાર થઈ હતી, જેમાં પાંચ કરોડથી વધુ લોકોનાં મોત થયાં હતાં.
વર્ષ 1945
આ વર્ષને વિનાશનું વર્ષ કહેવાશે તો કંઈ ખોટું નહીં હોય, કેમ કે એ વર્ષે પહેલી વાર પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યું. 1945માં અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાશાકી પર બોમ્બમારો કર્યો હતો.
વર્ષ 1953
બીજા વિશ્વ યુદ્ધ પછી આ વર્ષ પરિવર્તનનો દોર લઈને આવ્યું. 1953માં જ અમેરિકાના સમર્થનથી ઇરાનના વડા પ્રધાન મોહમ્મદ મુસદ્દિકનું તખતાપલટ થયું. આ ઘટનાનો મધ્ય-પૂર્વના દેસો પર ભારે પ્રભાવ પડ્યો હતો અને એ જ ઘટના હાલની સ્થિતિ માટે પણ દવાબદાર છે. એ વર્ષે એક મોટી વૈજ્ઞાનિક સફળતા પ્રાપ્ત થઈ હતી. એ વર્ષે માલૂમ પડ્યું હતું કે ડીએનએની સંરચના ડબલ હેલિક્સ જેવી હોય છે.
વર્ષ 1962
વર્ષ 1962ને ક્યુબા મિસાઇલ સંકટ માટે પણ યાદ કરવામાં આવે છે. એ તો કોઈક રીતે સંકટ ટળી ગયું, નહીં તો વિશ્વના બીજા વિશ્વયુદ્ધ પછી એનાથી પણ મોટી વિનાશકતાનો સમાનો કરવો પડત.
વર્ષ 1979
આ વર્ષે અફઘાનિસ્તા પર સોવિયેત હુમલાની સાથે વિશ્વમાં ઇસ્લામી આતંકવાદીના નવા રૂપને જન્મ આપવા માટે ઓળખવામાં આવે છે. યુએસએસઆરને હરાવવા માટે સાઉદી આરબ અને અમેરિકાના ઇસ્લામી ચરમપંથીઓની મદદથી ઇસ્લામી આતંકવાદનો નવો અધ્યાય શરૂ થયો.
વર્ષ 1990
આ વર્ષે જર્મનીનું એકીકરણ અને સોવિયેત રશિયાનું વિઘટન થયું હતું, પણ સૌથી મોટી ઘટના સામ્યવાદી એટલે કે કોમ્યુનિઝમનું પતન હતું. વિશ્વના કેટલાક ભાગોમાં દાયકાઓ સુધી સામ્યવાદી પ્રયોગના પતનની શરૂઆત થઈ. જોકે આમ તો આ વર્ષે ખાડીયુદ્ધ પણ થયું હતું.
વર્ષ 2001
વર્ષ 2001ની મુખ્ય ઘટના તો અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનો આતંકવાદી હુમલો હતી. આ વર્ષે વિશ્વમાં આર્થિક મંદી પણ આવી હતી. આ વર્ષની એક સૌથી મોટી ઘટનાનો વિજ્ઞાનથી સીધો સંબંધ છે. જીનની આપણા શરીરમાં મહત્ત્વની ભૂમિકા છે. કોઈક સેલમાં જેનેટિક ઇન્ફોર્મેશનથી સંબંધિત જીનોમના વર્કિંગ ડ્રાફ્ટને આ વર્ષે પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આનાથી માનવ શરીર અને એના વિકાસ વિશે આપણી સમજ બદલાઈ ગઈ.