લંડન- મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગને તેમના જીવનના અંતિમ દિવસો સુધી લોકએ તેમને એક વ્હિલચેર પર જ જોયા હતાં. હવે તે વ્હિલચેરની હરાજી કરવામાં આવશે, સાથે સાથે તેમના શોધપત્રો અને તેમની સાથે જોડાયેલી અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓની પણ હરાજી કરવામાં આવશે. હરાજીમાં એક ભૌતિકશાસ્ત્રી તરીકેની તેમની લોકપ્રિયતા નજર આવશે.હરાજીઘર ક્રિસ્ટીએ સોમવારે હોકિંગની 22 વસ્તુઓની ઓનલાઈન હરાજી કરવાની જાહેરાત કરી છે. જેમાં બ્રહ્માંડની ઉત્પત્તિ પર કરેલા તેના રિચર્ચ, તેમના કેટલાક પુરસ્કાર અને વૈજ્ઞાનિક સંશોધનપત્રો વગેરેનો સમાવેશ થાય છે.
આ સંશોધન પત્રોમાં સ્પેક્ટ્રમ ઓફ વોર્મહોલ્સ અને ફંડામેન્ટલ બ્રેકડાઉન ઓફ ફિઝિક્સ ઈન ગ્રેવિટેશનલ કોલેપ્સનો શમાવેશ થાય છે.
હરાજીઘર ક્રિસ્ટીમાં પુસ્તકો અને પાંડુલિપિ વિભાગના પ્રમુખ થોમસ વેનિંગે કહ્યું કે, આ સંશોધન પત્રો હોકિંગના વિચારો અને તેમની બુદ્ધિમતાને રજૂ કરે છે. હોકિંગ એક કોસ્મોલોજિસ્ટના રૂપમાં પ્રસિદ્ધ થયા હતાં અને અંતરિક્ષમાં બ્લેક હોલ પરના તેમના રિસર્ચ હમેશાં સમાચારમાં રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, માત્ર 22 વર્ષની ઉંમરે તેમને એક અસાધ્ય બીમારી, ‘મોટર ન્યુરોન ડિસીઝ’ની થઈ હોવાની ખબર પડ્યા બાદ તે માત્ર થોડા જ દિવસો જીવશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. તેમ છતાં પણ તેઓ વર્ષો સુધી વ્હિલચેર પર રહ્યાં હતાં અને ભૌતિકશાસ્ત્રમાં રિસર્ચ કરતા રહ્યા હતાં. માર્ચ 2018માં 76 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું.