સિઓલ- દક્ષિણ કોરિયાના પૂર્વ પ્રેસિડેન્ટ પાર્ક ગ્વેનને ભ્રષ્ટાચાર અને બળાત્કારના આરોપમાં 24 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. 10 મહિના ચાલેલી ટ્રાયલ બાદ પાર્ક ગ્વેનને ઉપરોક્ત સજા સંભળાવવામાં આવી છે.આપને જણાવી દઈએ કે, ભ્રષ્ટાચાર અને બળાત્કાર ઉપરાંત પાર્ક ગ્વેન ઉપર પોતાની સત્તાનો દુરુપયોગ કરવાનો અને તેના નજીના લોકોને લાભનું પદ આપવાનો પણ આરોપ છે.
આ ઉપરાંત પાર્ક ગ્વેન ઉપર પોતાની મિત્ર સાથે મળીને દક્ષિણ કોરિયાની અનેક કંપનીઓમાં છેતરપિંડી કરવાનો પણ આરોપ છે. પાર્ક ગ્વેન પર આરોપ સાબિત થયા બાદ તેમને 24 વર્ષ જેલની સજા કરવામાં આવી છે. એટલું જ નહીં તેમને 1 અબજ રુપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
પાર્ક ગ્વેન વર્ષ 2013માં દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ બન્યાં હતાં. આ સિવાય પદભ્રષ્ટ કરવામાં આવેલા પ્રેસિડેન્ટની યાદીમાં પણ તેમનો સમાવેશ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, તેમના પર ચાલી રહેલી સુનાવણી દરમિયાન પાર્ક ગ્વેન મોટાભાગના કેસમાં ગેરહાજર રહ્યાં હતાં. અંતિમ સુનાવણીમાં પણ પાર્ક ગ્વેન ગેરહાજર રહ્યાં હતાં ત્યારબાદ દક્ષિણ કોરિયાના ટીવી પર સુનાવણીનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.