ટીકટોક ટેસ્ટિંગ કરે છે યૂટ્યૂબ-જેવા હોરિઝોન્ટલ ફૂલ-સ્ક્રીન મોડનું

બીજિંગઃ ચાઈનીઝ શોર્ટ-ફોર્મ વીડિયો પ્લેટફોર્મ ટીકટોક વિશ્વસ્તરીય યૂઝર્સના એક પસંદગીકૃત જૂથને સાથે લઈને એક નવા હોરિઝોન્ટલ (આડા – લંબચોરસ આકારવાળા) ફૂલ-સ્ક્રીન મોડનું પરીક્ષણ કરી રહ્યું છે. યૂટ્યૂબ પર સામાન્ય રીતે કન્ટેન્ટ પોસ્ટ કરાય છે એવી જ રીતે લાંબા-ફોર્મવાળા વીડિયો ક્રીએટર્સને પોતાના મોડ તરફ આકર્ષિત કરવાનો ટીકટોકનો હેતુ છે.

ટીકટોકનાં ટેસ્ટ ફીચરને એક્સેસ કરનાર યૂઝર્સને એમનાં ફીડમાં ચોરસ કે લંબચોરસ આકારના વીડિયો પર એક નવું ‘ફૂલ-સ્ક્રીન’ બટન જોવા મળશે. તેઓ એ બટનને પ્રેસ કરશે કે વીડિયો હોરિઝોન્ટલ ફૂલ-સ્ક્રીન મોડમાં ફેરવાઈ જશે અને એમનાં ફોન પરની તમામ ઉપલબ્ધ જગ્યા લઈ લેશે. આ નવા અપડેટથી વીડિયો ક્રીએટર્સને એમનાં વિવિધ પ્રકારના વીડિયો/ફિલ્મને એમની લંબાઈની ચિંતા કર્યા વિના દર્શાવવાની છૂટ મળશે.

ટીકટોક આ ફૂલ-સ્ક્રીન મોડ તમામ યૂઝર્સ માટે ક્યારથી રિલીઝ કરશે એ હજી સ્પષ્ટ થયું નથી.

આ વર્ષે તેણે 10-મિનિટની લંબાઈ સુધીના વીડિયો અપલોડ કરવાની યૂઝર્સને છૂટ આપી છે.