મોસ્કો: ચંદ્રની ધરતી પર દક્ષિણ ધ્રુવ બાજુએથી ઉતરાણ કરવાનું રશિયાનું મિશન નિષ્ફળ ગયું છે. તેનું અવકાશયાન ‘લૂના 25’ ચંદ્રની ધરતી પર ધરાશાયી થઈ ગયું છે. રશિયાએ ૫૦ વર્ષમાં આ પહેલી જ વખત ચંદ્ર પર અવકાશયાન મોકલ્યું હતું.
જર્મનીની DW સમાચાર સંસ્થાએ રોસકોસમોસ સ્પેસ કોર્પોરેશનને ટાંકીને એક અહેવાલમાં જણાવ્યું છે કે, ‘લૂના 25’ યાન ચંદ્રની ધરતી પર ધ્વસ્ત થઈ ગયું છે. તેમાં એક મોટી ટેક્નિકલ ખામી ઊભી થઈ હતી અને એના કારણે જ ‘લૂના 25’નું મિશન નિષ્ફળ ગયું છે.
દરમિયાન, ભારતનું અવકાશયાન ચંદ્રયાન-3 ચંદ્રની ધરતી પર દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવા આગળ વધી રહ્યું છે. તેના લેન્ડિંગ ટાઈમનું એલાન કરવામાં આવ્યું છે. તે 23 ઓગસ્ટના સાંજના 6.04 વાગ્યે ચંદ્રની સપાટી પર ઊતરશે.