મોસ્કોઃ પાકિસ્તાન સામે ભારતની આ મોટી જીત છે. રશિયાએ દેશની વિનંતીનો સ્વીકાર કરતાં કહ્યું છે કે એ પાકિસ્તાનને હથિયારો પૂરાં નહીં પાડવાની નીતિ ચાલુ રાખશે, રશિયાની નીતિનું પુનર્મૂલ્યાંકન ભારતીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહની મોસ્કોમાં તેમના સમકક્ષ જનરલ સર્ગેઇ શોઇગુની સાથેની બેઠક દરમ્યાન કર્યું હતું.
રશિયાએ ભારતની વિનંતીને પગલે પાકિસ્તાનને હથિયારો નહીં પૂરા પાડવાની નીતિને જારી રાખી છે. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને જનરલ શોઈગુની વચ્ચેની બેઠક આશરે એક કલાક સુધી ચાલી હતી, એમ ડિફેન્સ મંત્રાલયે (MoD) કહ્યું હતું. એ મોસ્કોમાં રશિયાના ડિફેન્સ મંત્રાલયમાં યોજવામાં આવી હતી. આ બેઠક બંને દેશોની વચ્ચે સહકારના ક્ષેત્રોની મોટી શૃંખલા સામેલ છે. બંને પ્રધાનોએ બંને મિત્ર દેશોની વચ્ચે ડિફેન્સ અને વ્યૂહાત્મક સહયોગને મજબૂત કરવા વાતચીત થઈ હતી.
બેઠક ફળદાયી
રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું હતું કે મોસ્કોમાં રશિયાના સંરક્ષણપ્રધાન જનરલ સેર્ગેઇ શોડગુની સાથેની બેઠક ફળદાયી રહી, અમે કેટલાય મુદ્દે વાતચીત કરી. ખાસ કરીને બંને દેશોની વચ્ચે ડિફેન્સ અને વ્યૂહાત્મક સહયોગ કેવી રીતે ઘનિષ્ઠ બને.
સરંક્ષણપ્રધાન એ પહેલાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝએશન (SCO)ના સંરક્ષણપ્રધાનોની સંયુક્ત બેઠકમાં ભાગ લેવા માટે ત્રિદિવસીય યાત્રા માટે મોસ્કો પહોંચ્યા છે. મોસ્કોમા ડિફેન્સ સચિવ ડો. અજયકુમારે રશિયાની સેનાની ટેક્નિકલ સહયોગની સાથે ફેડરલ સર્વિસ ઓફ મિલિટરના ડિરેક્ટર દિમિત્રી શુગાવ સાથે વિચારવિમર્શ કર્યો.
ભારતમાં રશિયન એમ્બેસીએ ટ્વીટ કરીને રશિયાના સંરક્ષણપ્રધાને પોતાના ભારતીય સમકક્ષની સાથે બેઠક દરમ્યાન રશિયા અને ભારતની વચ્ચે સહયોગની વ્યાપક સંભાવનાઓ પર પ્રકાશ ફેંક્યો. મિલિટર અને ટેક્નિકલ સહયોગ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી.
વિદેશ રાજ્યપ્રધાન વી. મુરલીધરને ભારત-રશિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની 20મી વર્ષગાંઠે ભારત-રશિયા યંગ સ્કોલર્સ ઇન્ટરનેશનલ ઈ-કોન્ફરન્સ પર 2020 પર વાત કરી હતી. બંને દેશો વચ્ચે વૈશ્વિક મામલોમાં પાયાના મુદ્દો પર આપસી વિશ્વાસ અને સન્માન, સામાન્ય હિત અને સહમતી બની હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે ભારત-રશિયા સંબંધોની લવચિકતાને પારંપરિક ક્ષેત્રોથી ઉપર દ્વિપક્ષી સંહયોગને બંને દેશોના લોકોને લાભ થશે અને બંને દેશોનાં અર્થતંત્રોના આશરે બધાં ક્ષેત્રોમાં એ લાભ પહોંચાડવામાં આવશે. બંને દેશો વચ્ચે વેપાર 40 ગણો વધ્યો છે, એમ તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું.
