નવી દિલ્હીઃ રાફેલ પર એક નવા સ્પષ્ટીકરણથી ફરીએકવાર રાજકારણ ગરમાયું છે. દાવો કરવામાં આવ્યો છે કે ફ્રાંસથી રાફેલ ડીલ ફાઈનલ કરવામાં વડાપ્રધાન કાર્યાલયની દખલ હતી. એક સમાચાર પત્રમાં છપાયેલા આ સમાચાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એકવાર ફરીથી કહ્યું છે કે ચોકીદાર ચોર છે. સંસદમાં કોંગ્રેસે આ મામલે જેપીસી ગઠન કરવાની માગ કરી છે.
કેન્દ્ર પર આરોપ છે કે તેણે ફ્રાંસ સરકારથી સોવરેન ગેરંટી લીધા વગર જ આ ડીલને મંજૂરી આપી હતી. એક પત્ર સામે આવ્યો છે જે ફ્રાંસના તત્કાલીન વડાપ્રધાન મૈનુઅલ વોલ્સ દ્વારા 8 સપ્ટેમ્બર 2016ના રોજ વડાપ્રધાન મોદીને લખવામાં આવ્યો હતો. આ પત્રમાં ફ્રાંસના તત્કાલીન વડાપ્રધાને લખ્યું છે કે તેમની સરકાર ભારતના ફર્મ દ્વારા રાખવામાં આવેલી શરતોને પૂર્ણ રુપે માનવા માટે બાધ્ય હશે.
ફ્રાંસના તત્કાલીન વડાપ્રધાને ભારતના વડાપ્રધાન મોદીને લખ્યું હતું કે હું એ વાતની પૂર્ણ રુપે પુષ્ટી કરું છું કે ફ્રેંચ રિપબ્લિકની સરકાર તે બધુ જ કરવા માટે પ્રતિબદ્ધ છે જેનાથી દસો એવિએશન અને એમબીડીએ ઓફ ફ્રાંસ આ દાયિત્વને પૂર્ણ રુપથી પૂરા કરે. નિર્માતા કંપનીઓ એ બધુ જ કરે જે આ બે સરકારો વચ્ચે થયેલી આ સમજૂતીને પૂર્ણ કરવા માટે જરુરી છે.
ફ્રાંસના પૂર્વ વડાપ્રધાને આ પત્રમાં લખ્યું હતું કે ફ્રાંસની સરકાર એ વાતને લઈને પૂર્ણ રુપે પ્રતિબદ્ધ છે કે ફ્રાંસીસી કંપનીઓ પોતાના દાયિત્વોનું પૂર્ણ રુપથી પાલન કરે. તેમણે પત્રમાં લખ્યું કે જેવું બંન્ને દેશોની વાતચીત કરનારી ટીમ અને બાદમાં બંન્ને દેશોના રક્ષા પ્રધાનો વચ્ચે નક્કી થયું છે તે. હું આ બાબતે ફ્રાંસીસી સરકારની પૂર્ણ પ્રતિબદ્ધતાને બતાવવા ઈચ્છીશ, ખાસ કરીને ફ્રાંસના ઉદ્યોગપતિઓ દ્વારા તેમના દાયિત્વોને પૂરા કરવાના સંબંધમાં છે તે.
આ પત્રમાં આગળ એ પણ લખવામાં આવ્યું છે કે જો ભવિષ્યમાં ફ્રાંસીસી કંપનીઓ દ્વારા આ ડીલને પૂર્ણ કરવામાં કોઈ બાધા આવે છે તો આ કંપનીઓને ભારત સરકાર પાસેથી મળેલા તમામ પૈસા પાછા આપવા પડશે. આવી સ્થિતીમાં ફ્રાંસ સરકાર તે તમામ જરુરી પગલા ભરશે જેનાથી ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી ચૂકવણી જલ્દી થી જલ્દી તેમને પાછી મળી જાય.
આપને જણાવી દઈએ કે જેવી જ રક્ષા મંત્રાલયની નોટિંગ મીડિયામાં છપાઈ. આ નોટિંગમાં કહેવાયું હતું કે પીએમઓ રાફેલ ડીલ પર ફ્રાંસ સરકારથી સમાનાંતર વાત કરી રહી છે. તત્કાલીન રક્ષા સચિવ જી મોહન કુમારના હવાલાથી આ નોટિંગમાં કહેવાયું છે કે પીએમઓ દ્વારા કરવામાં આવેલી સમાનાંતર વાતચીતથી રાફેલ ડીલ પર ભારતીય વાર્તાકાર દળની સ્થિતી કમજોર થઈ છે.
આ રિપોર્ટ સામે આવતા જ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે નવા સબૂતો જણાવે છે કે મોદી ગોટાળાના ગુનેગાર છે. રાહુલે કહ્યું કે વડાપ્રધાને અનિલ અંબાણીને 30 હજાર કરોડનો ફાયદો પહોંચાડ્યો છે. રક્ષા મંત્રાલયની કથિત નોટિંગ બાદ ફ્રાંસના પૂર્વ પીએમની આ ચીઠ્ઠી સામે આવી છે.