વર્ષ 2018 ધરતીનું સૌથી ગરમ વર્ષ રહ્યુંઃ નાસાનો રિપોર્ટ

વોશિંગ્ટનઃ વૈશ્વિક તાપમાનને જ્યારથી રેકોર્ડ કરવામાં આવી રહ્યું છે ત્યારથી 2018માં ધરતીનું વૈશ્વિક સપાટી તાપમાન ચોથુ સૌથી ગરમ તાપમાન રહ્યું. નાસા અને નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના વિશ્લેષણોમાં આ માહિતી સામે આવી છે. આ લોકોએ જાણ્યું કે ગત વર્ષે તાપમાન વાર્ષિક સરેરાશથી વધારે હતું.

નાસાના ગોડાર્ડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સ્ટડીઝ અનુસાર 2018માં વૈશ્વિક તાપમાન 1951 થી 1980ના સરેરાશ તાપમાનથી 0.83 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. નાસાએ એક નિવેદનમાં જણાવ્યું કે વૈશ્વિક પરિદ્રશ્યમાં 2018 નું તાપમાન 2016, 2017 અને 2015 થી ઓછું રહ્યું. છેલ્લા પાંચ વર્ષ, સામૂહિક રુપથી, આધુનિક રેકોર્ડના હિસાબથી સૌથી ગરમ વર્ષ રહ્યા. એનઓએએના આંકલનમાં સામે આવ્યું કે 2018માં ધરતીનું તાપમાન 20મી સદીના સરેરાશથી 0.79 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું.

જીઆઈએસએસના ડિરેક્ટર ગેવિન સ્કિમ્ડએ કહ્યું કે લાંબા સમયથી વધી રહેલા વૈશ્વિક તાપમાન પર તમામ ચિંતાઓ છતા 2018 એક વાર ફરીથી અત્યંત ગરમ વર્ષ રહ્યું. સ્કિમ્ડ અનુસાર 1880 બાદથી ધરતીની સપાટીનું સરેરાશ તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ સુધી વધી ગયું છે. તેમણે જણાવ્યું કે આ ગરમાહટ કાર્બન ડાયોક્સાઈડના વાતાવરણમાં વધેલા ઉત્સર્જન અને માનવીય ગતિવિધિઓના કારણે નિકળનારા અન્ય ગ્રીનહાઉસ ગેસોના કારણે થઈ હતી.

આ વધતા તાપમાનને લઈને ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકાની બરફના વિશાળ સ્તરો તો પિગળી રહી છે કે સાથે જ આનાથી આગ લાગવાના જોખમના કારણે વાતાવરણનો સમયગાળો પણ ખેંચાઈ જાય છે અને કેટલીક પ્રતિકૂળ વાતાવરણની ઘટનાઓ થાય છે. નાસાએ જણાવ્યું કે આર્કટિક ક્ષેત્રમાં  તાપમાન વધવાનો દોર સૌથી વધારે છે જ્યાં 2018માં સમુદ્રી બરફ પીગળવાનો જારી છે. નાસાએ પોતાના વિશ્લેષણમાં 6300 વાતાવરણના કેન્દ્રોના સપાટી તાપમાનનું માપ, શિપ અને પ્લવન આધારિત સમુદ્રી સપાટીના તાપમાનનું આંકલન અને એન્ટાર્કટિકા અનુસંધાન કેન્દ્રોના તાપમાન માપને શામિલ કરવામાં આવ્યું.