પૂર્વ કર્મીનો આરોપ: માઈકલ જેક્સન બાળકોનું યૌનશોષણ કરીને વિડીયો બનાવતો

લંડન- માઈકલ જેક્સનની પૂર્વ હાઉસકીપરે પોપ સ્ટારની જિંદગીના કાળી સચ્ચાઈનો પર્દાફાશ કર્યો છે. એડ્રિયન મેકમેનુસે એક સમાચાર એજન્સીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં  કહ્યું કે, માઈકલ માનસિક વિકૃતિનો શિકાર હતો અને તેમને બાળકોનું યૌન શોષણ કરવાની આદત હતી. એડ્રિયને એવો પણ દાવો કર્યો કે, બાળકો સાથે સંબંધ બાંધવા દરમિયાન પોપ સ્ટાર વિડીયો રેકોર્ડિંગ પણ કરતો હતો અને આ વિડીયોને પોતાની લાઈબ્રેરીમાં રાખતો હતો.

એડ્રિયન મેકમેનુસે માઈકલના ઘરમાં 4 વર્ષ સુધી હાઉસકીપિંગ તરીકે કામ કર્યું હતું. એડ્રિયને કહ્યું કે, માઈકલના આલિશાન ઘરના બેડરૂમમાંથી ઘણી વખત મે બાળકો અને તેમના અંડર ગાર્મેન્ટ્સ કાઢ્યા છે. ઉપરાંત ઘરની અંદર ઘણી વખત મે બાળકોને કપડા વગર આમતેમ ફરતા જોયા છે.

મહિલાનો દાવો છે કે, માઈકલ ઘરમાં એક સમયે ઓછી ઉંમરના ઘણા છોકરાઓ રહેતા હતાં, અને માઈકલ આ તમામનું શોષણ કરતો હતો. મહિલાએ કહ્યું માઈકલના ઘરમાં ઘણા બધા રૂમ હતાં અને તે એક એક કરીને ત્યાં રહેલા છોકરાઓના હાથ પર કિસ કરતો હતો, ત્યાર બાદ તેને કોઈ પણ એક રૂમની અંદર લઈ જતો હતો.

તમને જણાવી દઈએ કે, 1993માં માઈકલ જેક્સનને બાળકો સાથે યૌન શોષણ મામલે દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ કેસમાં તેમણે દંડ તરીકે મોટી રકમ ચૂકવવી પડી હતી. મહિલાનું કહેવું છે કે, માઈકલ જેક્સનની હરકતો પર હવે સમગ્ર વિશ્વ સવાલો ઉઠાવી રહ્યું છે, પરંતુ જો તેમને શરુઆતના વર્ષોમાં જ સજા મળી જાત તો તે આજે જેલામાં હોત અને કદાજ જીવતો પણ હોત.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]