ઓમિક્રોનને લીધે નવો વેરિયેન્ટ આવવાની શક્યતાઃ WHO

વોશિંગ્ટનઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ઓમિક્રોન વેરિયેન્ટને લઈને મોટી ચેતવણી આપી છે. યુરોપમાં WHOએ ચેતવણી આપી હતી કે વિશ્વમાં ઓમિક્રોનના વધતા કેસોને કારણે વિશ્વમાં એક નવો વેરિયેન્ટ આવવાની શક્યતા છે, જે વધુ ખતરનાક અને સંક્રમણ ફેલાવનારો હોઈ શકે.

કોરોના વાઇરસનો નવો ઓમિક્રોન વેરિયેન્ટ ઝડપથી વિશ્વમાં પ્રસરી રહ્યો છે અને છેલ્લા એક સપ્તાહમાં વિશ્વમાં કોરોના વાઇરસના એક કરોડથી વધુ નવા દર્દીઓ મળ્યા છે અને ઓમિક્રોન જંગલના દવની જેમ ફેલાઈ રહ્યો છે. આવામાં એક અપેક્ષા છે કે કે વિશ્વમાં હર્ડ કોમ્યુનિટી આવી શકે અથવા ફરીથી ઓમિક્રોન વેરિયેન્ટથી વધુ લોકો સંક્રમિત થઈ જશે અને તેમની અંદર કોરોના વાઇરસની એન્ટિ-બોડી પેદા થઈ શકે, જેથી આ રોગચાળો ખતમ થઈ જાય. અને આ વ્યક્તિનું સામાન્ય જીવન ફરી યથાવત્ થાય. WHOના વરિષ્ઠ ઇમર્જન્સી અધિકારી કેથરિન સ્મોલવુડે ચેતવણી ઉચ્ચારી હતી કે સંક્રમણની વધતી ઝડપ વિશ્વ પર પ્રતિકૂળ અસર પાડી શકે.

હવે ઓમિક્રોન ઘાતક છે અનમે એ મૃત્યુનું કારણ બની શકે. જોકે ડેલ્ટાથી થોડો ઓછો, પણ નવો વેરિયેન્ટ કેવો હશે એ માલૂમ નથી, એમ તેમણે કહ્યું હતું. ઓમિક્રોન વિશ્વ માટે બહુ ખતરનાક સાબિત થઈ શકે છે. ગંભીર બીમારીવાળા બહુબધા લોકોને આ બીમારી થઈ તો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો પડતો હશે અને સંભવતઃ અનેક લોકોનાં મોત પણ થાય.

ઓમિક્રોન વેરિયેન્ટ વિશ્વમાં  કોરોના વાઇરસના કેસોની સુનામી હોવાની સંભાવના છે. જોકે વૈશ્વિક રોગચાળોનો તીવ્ર તબક્કો આ વર્ષે પૂરો થઈ જશે, એવી પણ શક્યતા છે, એમ WHOના વડા ટેડ્રોસ ઘેબ્રેયસસે જણાવ્યું હતું.