વિશ્વમાં કોરોનાનો ભયઃ વડાપ્રધાનનો બાંગ્લાદેશ પ્રવાસ રદ્દ

નવી દિલ્હીઃ ચીનમાંથી વિશ્વભરમાં ફેલાયેલા ઘાતક કોરોના વાયરસના કારણે ઘણા આયોજનો રદ્દ થઈ રહ્યા છે અને આ કડીમાં બાંગ્લાદેશે પણ શેખ મુજીબ ઉર રહેમાનની જયંતીનો શતાબ્દી સમારોહ રદ્દ કરી દીધો છે. વડાપ્રધાન મોદી આ સમારોહના મુખ્ય વક્તા હતા અને હવે તેમનો બાંગ્લાદેશ પ્રવાસ રદ્દ થઈ ગયો છે.

આ સપ્તાહે બાંગ્લાદેશની સંસદના સ્પીકર શિરીન શરમિન ચૌધરીએ પોતાનો ભારત પ્રવાસ રદ્દ કર્યો છે. તેઓ લોકસભા સ્પીકર ઓમ બિરલાના આમંત્રણ પર 18 સભ્યોના પ્રતિનિધિમંડળની આગેવાની કરવાના હતા.

વડાપ્રધાન મોદી 17 માર્ચના રોજ બાંગ્લાદેશ જવાના હતા પરંતુ કોરોના વાયરસને લઈને આ પ્રવાસ રદ્દ કરવો પડ્યો છે. સેલિબ્રેશન કમિટીના ચેરમેન કમાલ અબ્દુલ ચોધરીએ બાંગ્લાદેશ સરકારના આ નિર્ણયને રદ્દ કરવાની જાણકારી આપી. રવિવારના રોજ બાંગ્લાદેશમાં 3 લોકો કોરોના વાયરસના ટેસ્ટમાં પોઝિટિવ મળી આવ્યા છે, આ લોકો ઈટલીથી આવ્યા હતા. આ મામલે ચોધરીએ કહ્યું કે, અમે આ ઈવેન્ટને ફરીથી ડિઝાઈન કરી છે. આ વર્ષ દરમિયાન ચાલનારો કાર્યક્રમ રહેશે પરંતુ અત્યારે લોકોની ભીડથી આપણે બચવાનું છે. આખા વર્ષ દરમિયાન આપણે આ કાર્યક્રમ કરીશું અને વિદેશથી આવનારા દિગ્ગજ લોકો તેમા જોડાઈ શકે છે.

આ સાથે જ તેમણે કહ્યું કે, કોવિડ-19 સાથે જોડાયેલી સ્વાસ્થ્ય ઘટનાઓને જોતા આ શતાબ્દી સમારોહને થોડો ટુંકાવવામાં આવ્યા છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના કોઈપણ સાર્વજનિક સભા વગર જ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન મોદીને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પાડોશી દેશના સંસ્થાપક શેખ મુજીવુર રહેમાનના શતાબ્દી સમારોહમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. શેખ મુજીબુર રહેમાનને ફાધર ઓફ બાંગ્લાદેશ પણ કહેવામાં આવે છે.

આ જ મહિને વડાપ્રધાન મોદી યૂરોપિયન યૂનિયનના સમ્મેલનમાં પણ ભાગ લેવા માટે જવાના હતા પરંતુ કોરોના વાયરસના કારણે તેમના આ પ્રવાસને પણ રદ્દ કરવો પડ્યો હતો. આ વચ્ચે તેમના સીવાય ઘણા કેન્દ્રીય મંત્રી અને તેના હોળીના કાર્યક્રમોમાં પણ ભાગ નહી લે.