કોરોનાના વેરિયન્ટ સામે ફાઇઝર, મોડર્નાની રસી અસરકારકઃ અભ્યાસ

નવી દિલ્હીઃ કોરોના રોગચાળામાં એક રાહત આપતું સંશોધન સામે આવ્યું છે. ફાઇઝર, બાયોટેક અને અન્ય મોડર્નાની કોરોના વાઇરસની રસી ભારતમાં સૌપ્રથમ વાર વાઇરસના વેરિયેન્ટ B.1.617 અને  B.1.618 પર અસરકારક જોવા મળી છે. જોકે અત્યાર સુધી આ રિપોર્ટની સમીક્ષા નહોતી કરવામાં આવી.

હાલમાં જ રજૂ કરવામાં આવેલા પ્રયોગોને આધારે કોરોનાના વેરિયેન્ટ B.1.617 અને  B.1.618 આ રસીઓ અસરકારક રહી છે અને રસી લેનારા લોકોના શરીર આ વેરિયેન્ટથી લડવા માટે પર્યાપ્ત એન્ટિ-બોડી બનાવી રહ્યાં છે. ન્યુ યોર્ક યુનિવર્સિટીના સંશોધનકારોએ તેમના પેપરમાં લખ્યું છે કે આ સારા સમાચાર છે કે રસી વાઇરસના B.1.617 અને  B.1.618 પર અસરકારક છે, પણ હજી એના પર વધુ સંશોધન કરવાની જરૂર છે. વળી, એ પણ જાણવું જરૂરી છે કે ફાઇઝર/ બાયોએનટેક અને મોડર્નાની રસી વિશ્વમાં એના વિવિધ વેરિયેન્ટ સામે કેટલા અસરકારક છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ ભારતમાં પહેલી વાર મળેલા કોરોના વાઇરસના વેરિયેન્ટને વૈશ્વિક ચિંતાના પ્રકાર જણાવ્યા છે.

આ અભ્યાસમાં માલૂમ પડ્યું હતું કે B.1.617 વેરિયેન્ટ વાઇરસના અન્ય પ્રકારોની તુલનામાં વધુ સરળતાથી પ્રસરે છે. હાલ આ વેરિયેન્ટ  અને રસી માટે અભ્યાસની જરૂર છે. નવા સંશોધનમાં કોરોના સંક્રમણથી સ્વસ્થ થયેલા आઆઠ લોકોના સીરમ સેમ્પલ લેવામાં આવ્યા હતાં. આ સેમ્પલમાંથી છ લોકોએ સારવાર દરમ્યાન ફાઇઝરની રસી લગાવડાવી હતી અને ત્રણ જણે મોડર્નાની રસી લગાવી હતી. આ સેમ્પલ પર લેબોરેટરીમાં સંશોધન દરમ્યાન આ રસીને B.1.617ને ખતમ કરી દીધા હતા.