કાબુલઃ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજા પછી દેશમાં હિંસક ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. ત્યાં રહેતી મહિલાઓ, બાળકોમાં ઘણો ડર છે અને મોટી સંખ્યામાં લોકો જેટલું જલદી બને એટલું દેશ છોડી દેવા ઇચ્છે છે. દેશ પર તાલિબાન દ્વારા કબજો કર્યા પછી અફઘાનિસ્તાનમાં ભાગેલી અફઘાન પોપસ્ટાર આર્યના સઇદે કહ્યું હતું કે આતંકવાદી જૂથો દ્વારા સરકારની રચનાને વિશ્વ દ્વારા માન્યતા ન અપાવવી જોઈએ, કેમ કે તે લોકો ખાસ કરીને મહિલાઓ સાથે માનવીય વ્યવહાર નથી કરતા.
તાલિબાનોનો અમે 20 વર્ષ પહેલાં જે અનુભવ કર્યો હતો, તેથી ઉચિત માણસો નથી અને તે લોકોની સાથે માનવીય વ્યવહાર નથી કરતા-ખાસ કરીને મહિલાઓ સાથે. તેમણે કહ્યું હતું કે એ આશ્ચર્ય છે કે કેટલાક દિવસોમાં જ વિશ્વએ અફઘાનિસ્તાનને તાલિબાનોના હાથોમાં છોડી દીધું હતું. મહિલાઓ તેમના જીવના જોખમે રહી રહી છે. અફઘાનિસ્તાનમાંથી લોકો કાબુલ આવ્યા છે અને તેમની પાસે કોઈ આશ્રય પણ નથી અને ભોજનની વ્યવસ્થા નથી, એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે આતંકવાદી જૂથો તેમની સરકારને વિશ્વ પાસે માન્યતા આપવા પ્રયાસ કરી રહ્યાં છે.
તેમણે દેશની હાલત માટે પાકિસ્તાનને દોષી ઠેરવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે કેટલાંક વર્ષોથી વિડિયો અને પુરાવા જોઈ રહ્યા છે, જેમાં જોવા મળ્યું હતું કે તાલિબાનને સશક્ત બનાવવા માટે પાકિસ્તાનનો હાથ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાન અફઘાનિસ્તાનના રાજકારણમાં હસ્તક્ષેપ નહીં કરે. આર્યના સઇદ કાબુલ પર તાલિબાનોએ કબજો કર્યા પછી ત્યાંથી બહાર નીકળવામાં સફળ થઈ હતી.