ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં એક મહત્ત્વના ફેરફાર તરીકે ભૂતપૂર્વ નાણાંપ્રધાન અસદ ઓમરને કેબિનેટમાં ફરીથી શામેલ કરી લીધાં છે. સરકારના પ્રવક્તાએ આ વિશે માહિતી આપી હતી.
સરકારના મુખ્ય પ્રવક્તા ફિરદોસ આશિક અવાને કહ્યું કે પ્રધાનમંડળનો વિસ્તાર અને સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગયા વર્ષે ઓગસ્ટમાં વડાપ્રધાન ઇમરાન ખાને ચાર્જ સંભાળ્યા બાદ કેબિનેટમાં કરાયેલો આ બીજો ફેરફાર છે.
તેમણે કહ્યું કે ઓમર આ વખતે આયોજન અને વિશેષ પ્રોજેક્ટ્સના પ્રધાન હશે.