કોરોનાને કારણે ન્યૂઝીલેન્ડ-PM જેસિન્ડાએ પોતાનાં લગ્ન રદ-કર્યાં

વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડમાં કોરોનાવાઈરસના કેસ વધી જતાં દેશમાં પોતે વધારે કડક નિયંત્રણો લાગુ કર્યાં બાદ મહિલા વડાં પ્રધાન જેસિન્ડા આર્ડર્ને પોતાનો જ લગ્નસમારંભ યોજવાનું રદ કર્યું છે. કોરોનાવાઈરસના ઓમિક્રોન વેરિઅન્ટનો ફેલાવો થયા બાદ ન્યૂઝીલેન્ડમાં કાર્યક્રમોના આયોજન વખતે પૂરેપૂરી રસી લેનાર માત્ર 100 જણને જ હાજર રહેવાની જેસિન્ડા સરકારે મર્યાદા નક્કી કરી છે.

જેસિન્ડા આર્ડર્ને કહ્યું છે કે, મારાં લગ્ન હાલ યોજાશે નહીં. રોગચાળાના ફેલાવાને કારણે પરેશાની ભોગવી રહેલા બીજાં ઘણાં ન્યૂઝીલેન્ડવાસીઓની સાથે હું પણ જોડાઈ છું. જે લોકો આ પરિસ્થિતિમાં સપડાઈ ગયાં છે એ માટે હું ખરેખર ખેદ વ્યક્ત કરું છું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]