ઈસ્લામાબાદઃ જસ્ટિસ આસિફ સઈદ ખોસાએપાકિસ્તાનના 26માં ચીફ જસ્ટિસ સ્વરુપે શપથ ગ્રહણ કર્યા. તેમને શપથ ગ્રહણ સમારોહ સાદી રીતે રાષ્ટ્રપિ ભવનમાં આયોજિત કરવામાં આવ્યો જેમાં ભારત સહિત વિદેશોના ઘણા કાયદાના દિગ્ગજો જોડાયા. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ નવા ચીફ જસ્ટિસને શપથ ગ્રહણ કરાવડાવ્યા. જસ્ટિસ ખોસાએ ચીફ જસ્ટિસ સાકિબ નિસારના રિટાયર્ડ થયા બાદ પદ સંભાળ્યું છે. ખોસાનો કાર્યકાળ આશરે 337 દિવસનો હશે. તેઓ 21 ડિસેમ્બર 2019ના રોજ રિટાયર્ડ થશે.
પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન, ઉચ્ચ ન્યાયાલયોના ન્યાયાધીશ, પ્રધાનો, અસૈન્ય તેમજ સૈન્ય અધિકારી, વકીલ અને ભારત સહત અન્ય દેશોના મહેમાન આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ભારતના સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ અને રાષ્ટ્રમંડળના ન્યાયિક શિક્ષા સંસ્થાનની શાસી સમિતિના અધ્યક્ષ જસ્ટિસ મદન ભીમરાવ લોકુર અને રિટાયર્ડ જસ્ટિસ તેમજ રાષ્ટ્ર મંડળના ન્યાયિક શિક્ષા સંસ્થાન, કનેડાની શાસી સમિતિના સંસ્થાપક અધ્યક્ષ સૈંડ્રા ઈ ઓક્સનર આ સમારોહમાં જોડાયા હતા. તુર્કી, દક્ષિણ આફ્રીકા તેમજ નાઈજીરિયાના પાંચ વરિષ્ઠ ન્યાયાધીશોએ પણ આ સમારોહમાં ભાગ લીધો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર કાર્યક્રમની ખાસ વાત એ રહી કે ગત 17 થી પણ વધારે વર્ષોમાં પ્રથમ વાર એવું બન્યું કે જ્યારે કો ભારતીય જજ (રિટાયર્ડ) પાકિસ્તાની કોર્ટની બેંચનો ભાગ બન્યા હોય. તેમણે આશરે 45 મીનિટમાં ત્રણેય કેસોની સુનાવણી કરી. પ્રથમ મામલો દોષસિદ્ધિ વિરુદ્ધ પડકાર, બીજો જમાનત માટે અને ત્રીજામાં સિવિલ મામલાને લઈને સુનાવણી કરી.