ઇઝરાયલ પર નરસંહારનો આરોપઃ ગાઝામાં 100થી વધુનાં મોત

નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને હમાસની વચ્ચે જારી રહેલા યુદ્ધમાં 100થી વધુ લોકોનાં મોત થયાના અહેવાલ છે. લોકોની ખાદ્યખોરાકી અને રાહત સામગ્રી લેવા માટે ઊમટેલી ભીડમાં 100થી વધુ લોકોનાં મોત થયાં છે. ગાઝામાં હમાસ દ્વારા સંચાલિત આરોગ્ય મંત્રાલયે 112 લોકોનાં મોત અને 760 લોકોના ઘાયલ થવાના આંકડા જારી કરતાં ઇઝરાયેલ પર નરસંહારનો આરોપ લગાવ્યો છે. ઇઝરાયેલી સેના (IDF) મુજબ ધક્કા-મુક્કી અને ટ્રકની નીચે આવવાને કારણે લોકોનાં મોત થયાં છે.

આ ઘટના 29 ફેબ્રુઆરીની છે અને ગાઝા શહેરના દક્ષિણ-પશ્ચિમી કિનારા પર નબુલસી ચાર રસ્તાની પાસેની છે. મિસ્રથી રાહત સામગ્રીથી ભરેલી 30 ટ્રકોનો એક કાફલો માનવ વસાહતોથી થતો ઉત્તર તરફ જઈ રહ્યો હતો. એ દરમ્યાન લોકોની ભીડ જમા થઈ હતી, ત્યારે ઇઝરાયેલી હુમલામાં 100થી વધુ લોકોનાં મોત થયાં હતાં.

IDFના મુખ્ય પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું હતું કે કેટલાક લોકોએ હિંસક રૂપથી ધક્કામુક્કી કરી અને માલસામાનની લૂંટફાટ કરી હતી. આ દુર્ઘટનામાં અનેક ગાઝાવાસીઓના માર્યા ગયા હતા અને ઘાયલ થયા હતા.

ડો. મોહમ્મદ સલહાએ કહ્યું હતું કે હોસ્પિટલમાં 161 ઘાયલોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમને જોઈ લાગ્યું કે તેમને ગોળી વાગી છે. પેલેસ્ટાઇન ઓથોરિટીના અધ્યક્ષ મહમૂદ અબ્બાસે ઇઝરાયેલી દળો પર જઘન્ય નરસંહારનો આરોપ લગાવ્યો હતો.

યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી એન્ટોનિયો ગુટેરેસે પણ આ ઘટનાની નિંદા કરતાં કહ્યું હતું કે હું ગાઝામાં ગુરુવારની દુર્ઘટનાની નિંદા કરું છે, જેંમણે જીવન રક્ષક મદદ માગતાં 100થી વધુ લોકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે.