ભારતની હરનાઝ સંધૂ બની મિસ યુનિવર્સ-2021

ઈલાત (ઈઝરાયલ): ભારતની સુંદરી હરનાઝ સંધૂને આજે અહીં પ્રતિષ્ઠિત મિસ યુનિવર્સ સૌંદર્યસ્પર્ધા-2021માં વિજેતા ઘોષિત કરવામાં આવી છે. 21 વર્ષની અને પંજાબના ચંડીગઢનિવાસી હરનાઝ આ તાજ જીતનાર ભારતની ત્રીજી સુંદરી બની છે. આ પહેલાં સુસ્મિતા સેને 1994માં અને લારા દત્તાએ 2000માં આ તાજ જીત્યો હતો.

હરનાઝે તેનું સ્કૂલ અને કોલેજ શિક્ષણ ચંડીગઢમાં લીધું હતું. હાલમાં એ પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશનમાં માસ્ટર્સ ડિગ્રીનું ભણી રહી છે. હરનાઝે 2019માં ‘ફેમિના મિસ ઈન્ડિયા પંજાબ’ ટાઈટલ જીત્યું હતું. તે બે પંજાબી ફિલ્મમાં અભિનય પણ કરી ચૂકી છે. હરનાઝ પોતાની સફળતા માટેનો શ્રેય તેની માતાને આપે છે.

(તસવીર સૌજન્યઃ મિસયુનિવર્સ ઈન્સ્ટાગ્રામ)