ઓલિમ્પિક અને લોકતંત્રને બહાને ચીન, અમેરિકા વચ્ચે શીતયુદ્ધ?

નવી દિલ્હીઃ અમેરિકા અને ચીનની વચ્ચે થરૂ થયેલું વાકયુદ્ધ હવે ધીમે-ધીમે શીતયુદ્ધમાં ફેરવાઈ રહ્યું છે. અમેરિકાના વૈશ્વિક લોકતંત્ર અને ચીનમાં 2022માં થનારા વિન્ટર ઓલિમ્પિકને લઈને બંને દેશોએ એકબીજાની સામે કૂટનીતિનો મોરચો ખોલી દીધો છે. ચીને સામે પક્ષે લોકતંત્ર સમંલનની આકરી ટીકા કરતાં અમેરિકાની ઠેકડી ઉડાડી છે અને અમેરિકી લોકતંત્ર પર સવાલ ઉઠાવ્યા છે.   

આ સાથે બંને દેશોના આ કૂટનીતિના જંગની જ્વાળા વિશ્વના અન્ય દેશો પર પડવા માંડી છે. એ વિશે નિષ્ણાતોનું મંતવ્ય જાણીએ…

પ્રો. હર્ષ વી. પંતનું કહેવું છે કે અમેરિકાનું વૈશ્વિક લોકતંત્ર સંમેલન એક વ્યૂહરચનાનો એક ભાગ છે. એના દ્વારા અમેરિકાનો સ્પષ્ટ સંદેશ છે કે વિશ્વના ભાગલા લોકતાંત્રિક અને બિનલોકતાંત્રિક દેશોની વચ્ચે છે. બાઇડન વહીવટી તંત્રેએ આ સંમેલન એવા સમયે યોજ્યું છે, જ્યારે અમેરિકા અને ચીનની વચ્ચે ટેન્શન ચરમસીમાએ છે. અમેરિકાએ આ સંમેલનમાં ચીનને નિમંત્રણ નહીં આપીને આ ભાગલાની લાઇન વધુ ઘેરી કરી છે. બાઇડનની નજર ચીનને દક્ષિણ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં જુદા પાડવા પર છે.

બાઇડનને અપેક્ષા હતી કે તે સત્તા પર આવ્યા પછી ચીનની સાથે સંબંધોમાં સુધારો થશે, પણ બાઇડન અને ચીન વચ્ચે અત્યાર સુધી કોઈ બેઠક નથી થઈ. જોકે તેમની વચ્ચે વર્ચ્યુઅલ બેઠક થઈ હતી, પણ એ બેઠકમાં પરિણામ શૂન્ય હતું, કેમ કે ચીન તાઇવાન અને દક્ષિણ ચીન સાગર અને હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં એની યોજનામાંથી ટસનું મસ નથી થતું. એટલે અમેરિકાએ ચીનને કૂટનીતિ મોરચે ચીનને માત આપવા ઇચ્છે છે.

ચીને આગામી વર્ષે વિન્ટર ઓલિમ્પિક્સ અનમે પેરાલિમ્પિક્સનું આયોજન કર્યું છે. અમેરિકાએ આ ગેમ્સનો બહિષ્કાર કર્યો છે. અમેરિકાના આ નિર્ણયની સાથે ઓસ્ટ્રેલિયા કેનેડા અને જર્મની પણ આ ગેમ્સનો બહિષ્કાર કરે એવી શક્યતા છે.