બ્રિટન: ભારતીય મૂળની લિસા નેન્ડી બની શકે છે લેબર પાર્ટીની અધ્યક્ષ

લંડન: બ્રિટન જનરલ ઈલેક્શનમાં લેબર પાર્ટીને મળેલી હાર વચ્ચે પુન: ચૂંટણી જીતનારી ભારતીય મૂળની મહિલા સાંસદ લિસા નેન્ડી લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બિનનુ સ્થાન લેવાની રેસમાં સામેલ છે. કોર્બિને જાહેરાત કરી કે તે આગામી ચૂંટણીમાં પાર્ટીનુ નેતૃત્વ નહીં કરે અને તેમના પર જલ્દીમાં જલ્દી રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું છે.

40 વર્ષિય સાંસદ લિસાએ ઈગ્લેન્ડના ઉત્તર-પશ્ચિમમાં  વિગન બેઠક પરથી જીત મેળવી.

પાર્ટીના નેતૃત્વની યોજનાઓ અંગે લિસાને પૂછવામાં આવેલા જવાબમાં કહ્યું કે, એ અંગે હું ગંભીરતાથી વિચાર કરી રહી છું કારણ કે અમે ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યો છે અને અમે જોયુ કે, લેબર પાર્ટીનો આધાર ખસકી રહ્યો છે. હવે લેબર પાર્ટીના મતદાતાઓ પરત પાર્ટીના સમર્થનમાં લાવવા માટેના પ્રયાસો અંગે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.

લેબર પાર્ટીના નેતા પદની ચૂંટણની રેસમાં સામેલ અન્ય ઉમેદવારોમાં બ્રેક્ઝિટ મામલાઓ પર નજર રાખતા નેતા કીર સ્ટાર્મર અને બર્મિંધમના સાંસદ જેસ ફિલિપ્સનું નામ પણ ચર્ચામાં છે. પાર્ટી નેતા કોર્બિને રવિવારે બે સમાચાર પત્રોમાં લેટર લખીને ચૂંટણી પરિણામોને લઈને માફી માગી છે. જેમાં કોર્બિને લખ્યું કે, ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન બદલ માફી માગુ છું અને કારણી હારની જવાબદારી પણ લઉં છું.