અમેરિકા-તાલિબાન વચ્ચે શાંતિ સમજૂતી, 30 દેશોમાં ભારત પહેલી વાર સાક્ષી

નવી દિલ્હીઃ આતંકવાદી હુમલા (9/11)નાં 19 વર્ષ પછી અફઘાનિસ્તાનમાં અમેરિકા અને તાલિબાનની વચ્ચે એક મહત્ત્વના સમજૂતી થવાની છે. આ સમજૂતીની ખાસ વાત એ છે કે આ પહેલો પ્રસંગ છે કે જેમાં ભારત તાલિબાનથી સંકળાયેલા કોઈ પણ મામલે સત્તાવાર રીતે સામેલ થશે. અમેરિકા અને તાલિબાનની વચ્ચે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષરના એક દિવસ પહેલાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા શુક્રવારે કાબુલ પહોંચ્યા અને શાંતિપૂર્ણ અને સ્થિર  અફઘાનિસ્તાન માટે ભારતનો નિર્વિરોધ સમર્થન વ્યક્ત કર્યું. વિદેશ સચિવે અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશપ્રધાન હારુન ચાખનસુરિ સાથે વાતચીત કરી હતી અને એ દરમ્યાન તેમણે ચહુમુખીના વિકાસ માટે તેમની પ્રતિબદ્ધતાની માહિતી પણ આપી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે શ્રૃંગલાએ અને હારુને દ્વિપક્ષી વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરી અને સકારાત્મક રૂપથી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. દોહામાં આજે અમેરિકા અને તાલિબાનની વચ્ચે એક સમજૂતી પર હત્સાક્ષર થશે, તેમાં આ દેશમાં તહેનાતીનાં 18 વર્ષ પછી અમેરિકી સૈનિકોના પાછા ફરવાનો રસ્તો ખૂલશે. કુમારે ટ્વીટ કરીને કહ્યું છે કે વિદેશ સચિવે સતત શાંતિ સુરક્ષા અને વિકાસની અફઘાનિસ્તાનના લોકોની કોશિશોમાં ભારતે સંપૂર્ણ ટેકો આપ્યો છે. અફઘાનિસ્તાનમાં શાંતિ અને સમાધાન પ્રક્રિયા માટે ભારત એક મહત્ત્વનો પક્ષકાર છે. કતારમાં ભારતના રાજદૂત પી. કુમારન એ સમારોહમાં ભાગ લેશે, જેમાં અમેરિકા અને તાલિબાનથી સંકળાયેલા સત્તવાર કેસો પણ સામેલ થશે. એક મહત્ત્વપૂર્ણ પગલા હેઠળ ભારતે મોસ્કોમાં નવેમ્બર, 2018માં થયેલી અફઘાન શાંતિ પ્રક્રિયામાં બિનસત્તાવાર ક્ષમતામાં બે ભૂતપૂર્વ અધિકારીનો મોકલ્યા હતા.

આ સંમેલનનું આયોજન રશિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં તાલિબાનના ઉચ્ચ સ્તરીય પ્રધાનમંડળ, અફઘાનિસ્તાન, અમેરિકા, પાકિસ્તાન અને ચીન સહિત કેટલાક અન્ય દેશોના પ્રતિનિધિ પણ સામેલ છે. શાંતિ સમજૂતીથી પહેલાં ભારતે અમેરિકાને જણાવી દીધું છે કે એ પાકિસ્તાન પર એની જમીન પર ચાલતાં આંતકવાદી નેટવર્કોને બંધ કરવા માટે દબાણ નાખતા રહે, યદ્યપિ અફઘાનિસ્તામાં શાંતિ માટે એનો સહયોગ મહત્ત્વપૂર્ણ છે.