જ્યારે જીનીવામાં પાકિસ્તાનની આબરુના લીરેલીરા ઉડ્યા

જીનીવાઃ સ્વિટઝર્લેન્ડના જીનીવામાં એક બેનર દ્વારા પાકિસ્તાનની આબરુના લીરેલીરા ઉડાવવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાનવાધિકાર પરિષદના 43 માં સત્ર દરમિયાન ત્યાં “બ્રોકન ચેર” સ્મારકની પાસે એક બેનર લગાવવામાં આવ્યું. આ બેનર પર લખેલું છે કે “પાકિસ્તાની સેના આંતરરાષ્ટ્રીય આતંકવાદનું કેન્દ્ર છે.” પાકિસ્તાને આની કડક નિંદા કરી છે.

9/11 બાદથી પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર રહ્યું છે. ઉત્તરી વજીરીસ્તાનનો વિસ્તાર જે અફઘાનિસ્તાનની બોર્ડર સાથે જોડાયેલો છે, તે અલ-કાયદા અને તાલિબાનની સાથે-સાથે અન્ય આતંકવાદી પોતાના નેટવર્ક સહિત સમૂહો સાથે જોડાયેલા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓનું એક કેન્દ્ર હતું. પાકિસ્તાન વિશે દુનિયાને જણાવવા માટે જ આ બેનરને બ્રોકન ચેર પાસે લગાવવામાં આવ્યું હતું કે જેથી આંતરરાષ્ટ્રીય સ્તર પર આ મુદ્દો ઉઠે અને સંયુક્ત રાષ્ટ્ર તાત્કાલીક પ્રભાવથી વૈશ્વિક સુરક્ષાને ધ્યાને રાખતા આના પર લગામ લગાવી શકે.

આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો માટે પાકિસ્તાની સેનાના ગેરકાયદેસર યોગદાનનું બ્રોકન ચેરમાં જીનીવા સ્થિત સંયુક્ત રાષ્ટ્રના કાર્યાલય સામે એક બેનર સાથે વિરોધ કરવામાં આવશે. પાકિસ્તાની સરકાર સક્રિય રુપથી આતંકવાદી સમૂહોને સ્પોન્સર કરીને ક્ષેત્રની અંદર અને તેની બહાર આતંકવાદી ગતિવિધિઓમાં સક્રિય રુપે જોડાયેલી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]