વોશિંગ્ટનઃ દુનિયામાં પ્રવાસીઓ દ્વારા પોતાના દેશમાં ધન મોકલવાના મામલે ભારતીયો સૌથી આગળ છે. વર્ષ 2018માં પ્રવાસી ભારતીયો દ્વારા ભારતમાં કુલ 79 અબજ ડોલર મોકલવામાં આવ્યા. વર્લ્ડ બેંકના માઈગ્રેશન એન્ડ ડેવલપમેન્ટ બ્રીફમાં આ જાણકારી આપવામાં આવી છે. ભારત બાદ આ મામલે દુનિયામાં બીજું સ્થાન ચીનનું છે જ્યાંના પ્રવાસીઓએ 67 અબજ ડોલરની રકમ પોતાના દેશમાં મોકલી છે. ત્યારબાદ મેક્સિકો (36 અબજ ડોલર), ફિલિપિન્ઝ (34 અબજ ડોલર) અને મિસ્ત્ર (29 અબજ ડોલર) ના સ્થાન પર છે.
છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં સતત પ્રવાસીઓ દ્વારા મોકલવામાં આવતું ધન ખૂબ સારી માત્રામાં રહ્યું છે. વર્ષ 2016માં ભારતીયોએ 62.7 અબજ ડોલર તો વર્ષ 2017માં 65.3 અબજ ડોલરની રકમ મોકલી. વર્લ્ડ બેંકે કહ્યું કે ભારતમાં 2018માં આવનારા રેમિટેંસમાં 14 ટકાનો વધારો થયો. આનું કારણ એ હોઈ શકે કે કેરળમાં આવનારા વિનાશક પુરમાં મદદ માટે પ્રવાસીઓએ પોતાના પરિવારોને મદદ મોકલી છે.
બીજી તરફ પાકિસ્તાનમાં પ્રવાસીઓ દ્વારા મોકલવામાં આવતા ધનમાં માત્ર 7 ટકાનો વધારો થયો છે. કારણ કે તેના સૌથી મોટા સ્ત્રોત સાઉદી અરબથી આવનારા ધનમાં કમી આવી છે. બાંગ્લાદેશમાં પણ પ્રવાસીઓ દ્વારા મોકલવામાં આવનારા ધનમાં 2018માં 15 ટકાનો મોટો વધારો થયો છે.
રિપોર્ટ અનુસાર ઓછા અને મધ્યમ આવક વાળા દેશોમાં વર્ષ 2018માં આવનારા રેમિટેન્સ રેકોર્ડ 529 અબજ ડોલર પર પહોંચી ગયો છે. આ વર્ષે 2017 માટે 483 અબજ ડોલરના મુકાબલે 9.6 ટકા વધારે છે. વર્ષ 2018માં આખા દુનિયાના રેમિટેંસની વાત કરીએ તો કુલ 689 અબજ ડોલરનું ધન પ્રવાસીઓ દ્વારા પોતાના દેશમાં મોકલવામાં આવ્યું છે. દક્ષિણ એશિયાના દેશોમાં મોકલવામાં આવતા ધનમાં 12 ટકાનો વધારો થયો છે અને તે 131 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. વર્ષ 2017માં આમાં માત્ર 6 ટકાનો વધારો થયો હતો.
વર્લ્ડ બેંકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે રેમિટેંસમાં આ વધારો અમેરિકાની આર્થિક હાલત સુધરવા અને તેલની કીંમતોમાં વધારાના કારણે થયો છે. તેલની કીંમતોના વધવાની ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના ઘણા દેશોથી બહાર મોકલવામાં આવતા ધન પર સકારાત્મક અસર પડી છે. જીએસીસીમાં બહરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરબ અને યૂએઈથી બનેલા છે. રિપોર્ટ અનુસાર અમેરિકી ડોલર પોતાના દેશમાં મોકલવા માટે પ્રવાસીઓને હજી પણ ખૂબ ખર્ચ કરવો પડે છે. આ સમયે રેમિટેંસનો ખર્ચ 7 ટકા સુધી છે. વર્ષ 2030 સુધી આને 3 ટકા સુધી લાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.