નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આરપારની લડાઈ શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાન સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. એક બાજુ ઇમરાન ખાન સમર્થકો છે તો બીજી તરફ ઇમરાન ખાન વિરોધી. ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને સુપ્રીમ કોર્ટથી જામીન મળી ગયા છે, ત્યારે હવે ઇમરાન વિરોધી રાજકીય પક્ષો એક મંચ પર આવી ગયા છે. ઇમરાનને છોડવામાં આવતા PDMએ સુપ્રીમ કોર્ટની સામે દેખાવો શરૂ કરી દીધા છે. આટલું જ નહીં, ગુસ્સે ભરાયેલી ભીડે ત્યાં કેમ્પ લગાવ્યો હતો.
પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટ (PDM) કેટલીય પાર્ટીઓનું સંગઠન છે, એમાં સત્તાધારી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ જમિયત ઉલેમા-એ-ઇસ્લામ-ફઝલ (JUIF) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) સહિત કેટલીય પાર્ટીઓ સામેલ છે. પાકિસ્તાનની સંસદમાં ઇમરાન ખાનને ફાંસ આપવાની માગ ઊઠવા લાગી છે. નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા રાજા રિયાઝ અમદ ખાને કહ્યું હતું કે ઇમરાન ખાનને જાહેરમાં ફાંસી આપવી જોઈએ, પણ કોર્ટો તેમનું સ્વાગત કરી રહી છે- જેમ કે એના જમાઈ હોય.
So without any investigation into who was responsible for arson on government building or dozens of deaths of unarmed protesters by bullet wounds , around 7000 PTI workers , leadership and our women have been jailed with plans to ban the largest and only federal party in Pak .… pic.twitter.com/7p8uiPaYhc
— Imran Khan (@ImranKhanPTI) May 15, 2023
પાકિસ્તાનની સરકાર અને ચીફ જસ્ટિસની વચ્ચે ઇમરાન ખાનને જામીનને લઈને કશ્મકશ વધી ગઈ છે. સરકાર પાકિસ્તાનના ચીફ જસ્ટિસની વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજુ ઇમરાન ખાનનાં પત્ની બુશરા બીબીને લાહોર હાઇકોર્ટમાંથી 23 મે સુધી જામીન મળ્યા છે. આ સાથે ઇમરાન ખાનની પાર્ટી PTI તરફથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું હતું કે આશરે 7000 PTI કાર્યકર્તાઓ, નેતાઓ અને મહિલાઓને જેલમાં નાખી દીધા છે. સુરક્ષા એજન્સીઓ સુપ્રીમ કોર્ટ પર કબજો કરા અને બંધારણને ખતમ કરવામાં ગુંડાઓની મદદ કરી રહી છે.