રીપોર્ટઃ 10,000 લોકોને નોકરીમાંથી કાઢશે એચએસબીસી બેંક, આ કારણે લેશે પગલું…

લંડનઃ બ્રિટનની એચએસબીસી બેંકના નાણાં બચાવવાની ફિરાકમાં 10,000 લોકોને નોકરીમાંથી કાઢશે. વચગાળાના સીઇઓ નોઇલ ક્વિન ઇચ્છે છે કે પૂરા બેંક ગ્રૂપના ખર્ચમાં કમી આવે.ફાઈનાન્સિયલ ટાઈમ્સના રવિવારે સામે આવેલ રીપોર્ટમાં આ વાત સામે આવી છે. જેમાં નોકરીમાંથી એ લોકોને પહેલાં કાઢવામાં આવશે જેનો પગાર વધુ છે. આ મહિનાના અંત સુધીના ત્રિમાસિક પરિણામ આવવા બાદ બેંકના ખર્ચાઓમાં કમી લાવવાની ઘોષણા કરતાં લોકોને નોકરીમાંથી કાઢવાની મુહિમ શરુ થઈ શકે છે.ક્વિનને જૉન ફ્લિન્ટના ગયાં બાદ ઓગસ્ટમાં વચગાળાના સીઈઓ બનાવાયાં હતાં. બેંકે કહ્યું હતું કે પડકારભર્યાં ગ્લોબલ માહોલને જોઇને આવો નિર્ણય લેવાની જરુર હતી.

ફ્લિન્ટનું જવું ચેરમેન માર્ક ટુકર સાથેના મતભેદોનું પરિણામ હતું. આ વાતની જાણકારી આ મામલામાં જોડાયેલાં એક શખ્સે રોઇટર્સને આપી હતી. જોકે એસએસબીસીએ હાલમાં આ મામલા પર કોઇ કોમેન્ટ કરવાનો ઇનકાર કર્યો છે.