પાકિસ્તાની પાઠ્યપુસ્તકોમાં હિંદુ અને અન્ય ધર્મો પ્રત્યે ઝેર ઓકાઈ રહ્યું છે

નવી દિલ્હી– થોડા સમય અગાઉ પાકિસ્તાનના પ્રમુખ સમાચાર પત્ર ‘ધ ડોન’માં એક રિપોર્ટ છાપવામાં આવ્યો હતો, જેમાં પાકિસ્તાની શાળાઓમાં હિંદુઓ અને અન્ય ધાર્મિક સમુદાય પ્રતિ કેવી રીતે અપમાનજનક અને ઉશ્કેરણીજનક શિક્ષણ આપાવમાં આવી રહ્યું છે તે અંગેની વિગતો જાહેર કરવમાં આવી હતી.

 

ડોનના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, કેવી રીતે પાકિસ્તાનના શાળાના પુસ્તકોમાં આપત્તિજનક વાતો કહેવામાં આવી છે. મોટાભાગના શિક્ષકો બિન મુસ્લિમોને ઈસ્લામનો દુશ્મન માને છે. આ સર્વે અમેરિકન સરકાર સાથે જોડાયેલા એક મિશન દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાનમાં કટ્ટર ઈસ્લામના નામે ઝેરનું બીજ રોપવામાં આવી રહ્યું છે.

9/11 હુમલા પછી સમગ્ર વિશ્વનું ધ્યાન શાળાઓમાં ભણાવવામાં આવતા પુસ્તકો તરફ ગયું હતું. ખાસકરીને સાઉદી અરબ અને પાકિસ્તાનની શાળાના પાઠ્ય પુસ્તકો તરફ. અમેરિકાએ દબાણ મુકીને સાઉદી અરબની શાળાઓના પાઠ્ય પુસ્તકોમાં ઘણા ફેરફારો કરાવ્યા હતાં, પરંતુ અમેરિકામાં તો હજુ સ્થિતિ યથાવત જ છે.

યુએસ કમીશન આન ઈન્ટરનેશનલ રિલીજિયસ ફ્રિડમના ચેરમેન લેનાર્ડ લિયોએ થોડા દિવસો અગાઉ એક નિવેદનમાં કહ્યું હતું કે, પાકિસ્તાનમાં સ્થિતી સતત ખરાબ થઈ રહી છે. સરકારો સતત નબળી પડવાને કારણે કઠમુલ્લાવાદને પ્રોત્સાહન મળી રહ્યું છે. સર્વેમાં પાકિસ્તાનના ચારેય ભાગોમાં ધોરણ 1થી લઈને 10 સુધીના 100 થી વધુ પાઠ્યપુસ્તકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. પાઠ્યપુસ્તકોનું ઈસ્લામીકરણ તાનાશાહ જનરલ જિયા ઉલ હકના સમય દરમિયાન શરુ થયું હતું.

પાઠ્યપુસ્તકોમાં લખ્યું છે કે, હિંદુઓની સંસ્કૃતિ-સમાજ અન્યાય અને ક્રૂરતા પર આધારિત છે, જ્યારે ઈસ્લામ શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપે છે. પાકિસ્તાનનો હિસ્સો રહેલા પંજાબ ક્ષેત્રમાં ધોરણ 4ના સામાજીક અભ્યાસના પુસ્તકમાં લખ્યું છે કે, મુસ્લિમ વિરોધી તાકતો વિશ્વમાંથી ઈસ્લામના વર્ચસ્વને ખત્મ કરવામાં લાગી છે.

પાકિસ્તાની ઈતિહાસના નાયકોમાં મોહમ્મદ ગઝનીને ખાસ માન આપવામાં આવ્યું છે. જેમણે સોમનાથ મંદિરને તોડી પાડ્યું હતું. આવા તુચ્છ શિક્ષણને કારણે જ પાકિસ્તાન વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી અસહિષ્ણુ દેશ બની ગયો છે. પાકિસ્તાનમાં સતત હિંદુઓ અને અન્ય ધર્મના ધાર્મિક સ્થળો નિશાન પર હોઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મંદિરો, ગુરુદ્વારા અને ચર્ચા પર હુમલાઓ, તોડફોડ અને આગચાંપવાની ઘટનાઓમાં વધારો થયો છે.

કશ્મીર હેરાલ્ડ નામના સમાચરા પત્રમાં હાલમાં જ આ વિષય પર લાંબો લેખ છાપ્યો હતોં. જેમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાની શાળાના પાઠ્ય પુસ્તકોમાં સ્વતંત્રતા સંગ્રામમાં હિંદુ નેતાઓના યોગદાનને ઘટાડીને દર્શાવવામાં આવ્યું છે. જેમાં ગાંધીજીનો પણ સમાવેશ થાય છે. ગાંધીજીની છબીને ત્યાંના પાઠ્ય પુસ્તકોમાં સતત ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી છે.

પાકના શાળા પાઠ્ય પુસ્તકોમાં કહેવામાં આવે છે કે, પાકિસ્નનું જૂદુ પડવું હિંદુઓના વિશ્વાસઘાતનું પરિણામ છે. ઓગસ્ત 1947માં ભાગલા દરમિયાન જે વ્યાપક હિંસા થઈ તેના માટે હિંદુઓ જવાબદાર હતાં, જેમણે મુસ્લિમોને નિશાન બનાવ્યા હતાં. પાકિસ્તાનના ઈતિહાસના પુસ્તકમાં કહેવામાં આવ્યું હતું કે, 1971માં બાંગ્લાદેશનું અલગ પડવું તે પણ હિંદુઓની એક ષડયંત્રનું પરિણામ હતું. જે ઈચ્છતા હતાં કે, પાકિસ્તાનને અસ્થિર કરી દેવામાં આવે. પાકિસ્તાનના કોઈ પણ પાઠ્ય પુસ્તકમાં એવો ઉલ્લેખ નથી કે, કેવી રીતે બાંગ્લાદેશમાં ઘુસીને પાકિસ્તાની સેનાએ ત્યાંના લોકો પર અત્યાચાર ગુજાર્યો હતો.

ધોરણ 9 અને 10ના ઉર્દૂ પાઠ્ય પુસ્તકમાં એક પાઠ છે, જેમાં પાકિસ્તાની કહાનીઓ છે. થોડા દિવસો પહેલા જ આ પુસ્તકન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો અને એવુ માનવામાં આવ્યું છે કે, તેમાં આપત્તિજનક સામગ્રી છે. પરંતુ આ પુસ્તક તો છેલ્લા કેટલાય દાયકાથી પાકિસ્તાની શાળાઓમાં ભણાવવામાં આવતી હતી. જે શાળાના બાળકોના મગજમાં હિંદુઓ અને ભારતીયો પ્રતિ ઝેર ભરવાનું કામ કરી રહી હતી.

પાકિસ્તના હિસ્સાવાળા પંજાબમાં શિક્ષણ બોર્ડના ધોરણ 3ના એક ઉર્દૂ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, ઈસ્લામ અન્ય ધર્મો કરતા ચડિયાતો છે. સિંધ બોર્ડના ધોરણ 7ના પાઠ્ય પુસ્તકમાં બિન મુસ્લિમોમાં ઈમાનદારી માટે ફાયદા માટે જ હોઈ છે, જ્યારે મુસ્લિમ સાચી ઈમાનદારી પર ભરોસો કરે છે. પંજાબ બોર્ડની ધોરણ પાંચના પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, વિદ્યાર્થી હોવાને કારણે તમે વ્યવહારિક રીતે જેહાદમાં સામેલ ન થઈ શકો, પરંતુ તેના માટે આર્થિક મદદ તો કરી જ શકો છો.