હવે યુરોપ બન્યું કોરોનાનું કેન્દ્રઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન

જિનેવાઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ચેતવણી આપતા કહેવામાં આવ્યું છે કે હવે યુરોપ કોરોના વાયરસની મહામારીનું કેન્દ્ર બની ગયું છે. સંગઠન પ્રમુખ ટેડરોજ એ ગેબ્રેયેસોસે કહ્યું કે, હવે યુરોપ આ મહામારીનું કેન્દ્ર બની ગયું છે. તેમણે કહ્યું કે વિશ્વભરમાં આ વાયરસથી થયેલા 5000 મોતને દુઃખદ છે.

WHO  ના ચીફે આ વાયરસથી થયેલા મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે. WHO એ આ સાથે જ વિશ્વભરના દેશોને અપીલ કરી છે કે તેઓ માત્ર એક ઉપાય પર ધ્યાન ન આપે, પરંતુ કોરોનાને પહોંચી વળવાના તમામ ઉપાયો પર ફોકસ કરે.

ડાયરેક્ટર જનરલે કહ્યું કે, અમારો સંદેશ દેશોને રહ્યો છે કે તમારે સમગ્ર રુપથી આ વાયરસ સામે લડવું પડશે. માત્ર ટેસ્ટ ન કરો, માત્ર કોન્ટેન્ટમાં આવેલા લોકોને ટ્રેસ ન કરો અને ન માત્ર સામાજિત અંતર બનાવો પરંતુ તમામ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રીત કરો.