વોશિંગ્ટનઃ દુનિયાના નંબર-1 શ્રીમંત ઈલોન મસ્કે જ્યારથી માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરને ખરીદી છે ત્યારથી એમાં તેઓ કંઈ ને કંઈ ફેરફાર કરતા જ આવ્યા છે. આ વખતે એમણે બહુ મોટો ફેરફાર કર્યો છે. ટ્વિટરનો દુનિયાભરમાં પ્રચલિત બ્લૂ બર્ડ લોગો એમણે બદલી નાખ્યો છે. એમણે વેબ-વર્ઝન પર હોમ બટન તરીકે વર્ષોથી વપરાતા આવેલા ઉડતી ચકલીનાં બ્લૂ રંગના આઈકોનિક લોગોને બદલે ગલુડિયા (Doge Meme)ની તસવીર મૂકી દીધી છે. ઉલ્લેખનીય છે કે, આ ગલુડિયાની તસવીર ક્રીપ્ટોકરન્સી Dogecoin ની પણ છે. આને ટ્વિટરના લોગો તરીકે પ્રદર્શિત કરાતા મીમ કોઈન Dogecoinની કિંમત 20 ટકા વધી ગઈ છે.
દેખીતી રીતે જ, દુનિયાભરમાં અસંખ્ય ટ્વિટરયૂઝર્સને મસ્કનો આ નિર્ણય પસંદ પડ્યો નથી. ટ્વિટર-મોબાઈલ એપ પર બ્લૂ બર્ડ લોગો ચાલુ જ છે. ઈલોન મસ્કે ગયા વર્ષે 44 અબજ ડોલરમાં ટ્વિટરનું હસ્તાંતરણ કર્યું હતું.