ઇઝરાયલમાં ચૂંટણી જ ચૂંટણીઃ કદાચ ચોથી વાર ય યોજાય!!

નવી દિલ્હી:  ઇઝરાયલમાં ફરી એક વાર ચૂંટણી થશે. આ પહેલાં પાછલા બે વર્ષમાં બે વાર ચૂંટણી થઈ ચૂકી છે. આ ત્રીજી વાર ચૂંટણી યોજવામાં આવી રહી છે અને જો ત્રાજી વાર પણ સ્પષ્ટ બહુમતી નહીં મળી તો વધુ એક ચૂંટણી. જોકે એ ચૂંટણીઓ રાજકારણનો અવરોધ દૂર કરવામાં વિફળ રહી હતી. ઇઝરાયલની સાથે ભારતના સારા સંબંધ છે. નરેન્દ્ર મોદી સૌપ્રથમ ભારતીય વડા પ્રધાન છે, જેમણે પહેલી વાર ઇઝરાયલની મુલાકાત લીધી હોય. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુની સાથે તેમની મિત્રતા જગજાહેર છે. હાલ રાજકીય રીતે ભારત સ્થિર છે અને ઇઝરાયેલ અસ્થિર છે. જો નેતાન્યાહૂની જગ્યાએ બીજા કોઈ વડા પ્રધાન આવ્યા તો એ જોવું રસપ્રદ રહેશે ભારતની સાથે તેના સંબંધ કેવા રહે છે.

એટલા માટે આટલી ચૂંટણી

2018ના અંતે ઇઝરાયલની લિકુડ પાર્ટીના અનુભવી નેતા બેન્જામિન નેતાન્યાહૂ શક્તિના સર્વોચ્ચ શિખરે છે. નેતાન્યાહૂ ઇઝરાયેલના સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન બનેલા છે. જોકે તેમને સંસદમાં એક સીટની બહુમતી મળી. નવ એપ્રિલ, 2019 ફરી એક વાર આકસ્મિક ચૂંટણી કરાવવામાં આવી.

 

બહુમત ના મળ્યો

ઇઝરાયલમાં ક્યારેય કોઈ પાર્ટીને સંસદમાં સંપૂર્ણ બહુમત પ્રાપ્ત નથી કરી શકી અને નેતાન્યાહૂ પર્યાપ્ત સીટો જીતવામાં અસફળ રહ્યા. સરકાર બનાવવા માટે તેઓ સત્પાહો સુધી સંઘર્ષ કરતા રહ્યા. ફછી પોતાના પ્રતિદ્વંદ્વી. પૂર્વ સશશ્ત્ર દળોના પ્રમુખ બેની ગેંટ્ઝને સરકાર રચવાનની તક આપવાને બદલે નેતાન્યાહૂએ 17 સપ્ટેમ્બર, 2019એ વધુ ક ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો.

સરકાર ફરી ના બની

આ ચૂંટણીમાં પણ નેતાન્યાહૂની સીટો ઓછી પડી ગઈ. લિકુડ અને ગેંટ્સની બ્લુ એન્ડ વ્હાઇટ પાર્ટીની વચ્ચે ચૂંટણી જંગમાં ટાઇ પડી ગઈ. જેથી લિબરમેનને કિંગ મેકર બનાવી. જોકે લિબરમેને સત્તા બચાવવા માટે બંનેની સાથે નીતિગત મતભેદોનો હવાલો આપ્યો. કેટલાય મહિનાઓની સોદાબાજી પછી પણ નેતાન્યાહૂ અને ગેંટ્સ –બંને પર્યાપ્ત ટેકો મેળવવામાં નિષ્ફળ રહ્યા. આને પરિણામે સોમવારે નવેસરથી ચૂંટણી  થવાની છે.

સંક્રમણ કાળ છે

આ ચૂંટણી પાછલી વખતની ચૂંટણીથી ઘણી અલગ છે. પાછલી ચૂંટણી બાદ નેતાન્યાહૂની વિરુદ્ધ ઔપચારિક અપરાધના આરોપ લગાડવામાં આવ્યા છે. આ ચૂંટણીના બે સપ્તાહ પછી 17 માર્ચે તેમની સામે કેસ શરૂ થવાનો છે. વળી, પાછલી બે ચૂંટણી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની લાંબા સમયથી ટાળવામાં આવી રહેલી પશ્ચિમ એશિયા શાંતિ યોજનાને મતદાતાઓ સમજ્યા વગર લડ્યા હતા. જેમાં અમેરિકા કબજાવાળા વેસ્ટ બેન્કમાં ઇઝરાયેલની વસાહતને માન્યતા આપશે.પેલેસ્ટિનના લોકો આને લઈને ગુસ્સ્મા છે. નેતાન્યાહૂએ ચૂંટણી પછી આ વસાહતને જોવાનો નિર્ણય કર્યો છે. સામે પક્ષે ગેંટ્સની પણ અલગ સમસ્યાઓ છે.

ચોથી ચૂંટણી થઈ તો…

જો સોમવારે ચૂંટણી અવરોધ વધ્યો તો ચોથી ચૂંટણી પણ થશે.જોકે કેટલાક ઇઝરાયેલી રાજકારણીઓ આવું નથી માનતા. તેમનું કહેવું છે કેરાજકીય અસ્થિરતાની સાથે એનો અર્થ કાર્યવાહક સરકાર હેઠળ આર્થિક હેરાનગતિ વધારવાનો થાય. આ ગેંટ્સના નેતૃત્વવાળા ગઠબંધનમાં લિકુડ પાર્ટીના ભાગીદાર રહેલા દળોના પક્ષપલટાનું કારણ બની શકે. ઘણાબધા ઇઝરાયલીઓ નેતાન્યાહુ અને ગેંટસને સાથે જોવા ઇચ્છે છે, જેનાથી કલહ ખતમ થાય. જોકે ગેંટ્સનું કહેવું છે કે તેઓ નેતાન્યાહુની સાથે સાઠગાંઠ નહીં કરે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]