વોશિંગ્ટનઃ રશિયાએ યુક્રેન સામેની લડાઈ તેજ કરતાં અને નાગરિકોની હત્યા થતાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને રશિયાની ક્રૂડ ઓઇલની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. રશિયાના ટીકાકારોએ કહ્યું હતું કે મોસ્કોને પીછેહઠ કરવા માચે એની ઊર્જાની નિકાસ પર પ્રતિબંધ મૂકવો એ ઉચિત પગલું છે.
બીજી બાજુ યુરોપ રશિયાથી આયાત થતી એનર્જીની આયાત પર વધુપડતું નિર્ભર છે. રશિયા સાઉદી અરેબિયા પછી વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો ક્રૂડ ઓઇલનો નિકાસકાર દેશ છે. જોકે રશિયાને બદલે અમેરિકા એ ખાધપૂરતી કરવાના પ્રયાસ કરશે. જોકે રશિયાની ક્રૂડની નિકાસ પરના પ્રતિબંધથી ક્રૂડ ઓઇલ અને ગેસોલિનની કિંમતોમાં આગ લાગી છે. ગ્રાહકો, વેપાર-ઉદ્યોગો, નાણાકીય બજારો અને વૈશ્વિક અર્થતંત્રમાં ક્રૂડની વધતી કિંમતોથી ખાનાખરાબી સર્જાશે. અમેરિકામાં પણ ગેસોલિનની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. બાઇડન વહીવટી તંત્રના ઓઇલની આયાત પ્રતિબંધથી રશિયા પર વધુ પ્રતિબંધો લાદવા માટે દબાણ વધતું જશે. જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે સ્પષ્ટ કર્યું હતું કે તેમનો દેશ, યુરોપ સૌથી મોટો રશિયાની એનર્જીનો ઉપભોક્તા દેશ છે અને એમની હાલ આ પ્રતિબંધોમાં સામેલ થવાની કોઈ યોજના નથી. એના જવાબમાં USના વિદેશપ્રધાન વેન્ડી શેરમેન કહ્યું હતું કે અમેરિકા એકલું અથવા એના સહયોગીઓના એક નાના ગ્રુપની સાથે કામ કરશે.
ગયા વર્ષે અમેરિકાની રશિયાથી ઓઇલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાત આશરે આઠ ટકા હતી, જે કુલ મળીને 245 મિલિયન બેરલ જેટલી હતી.