જકાર્તાઃ ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવા પર આજે ભારે તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. 5.6ની તીવ્રતાના આ ભૂકંપમાં ઓછામાં ઓછા 46 જણના મરણ નિપજ્યા છે અને 700થી વધારે લોકો ઘાયલ થયા છે.
ધરતીકંપ સ્થાનિક સમય મુજબ આજે સવારે આવ્યો હતો. વિનાશ વેસ્ટ જાવા પ્રાંતમાં થયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ જકાર્તાથી અગ્નિ ખૂણે આશરે 75 કિ.મી. દૂર આવેલા સીઆન્જુરમાં જમીનથી 10 કિ.મી. ઊંડે હોવાનું માલુમ પડ્યું છે. વેસ્ટ જાવા શહેરમાં અનેક લોકો ઘાયલ થયા હોવાનો અહેવાલ છે.