સુવા – પેસિફિક મહાસાગરના મધ્ય ભાગમાં અને ફિજી ટાપુરાષ્ટ્રથી લગભગ 200 માઈલ દૂરના સ્થળે જોરદાર ભૂકંપ ત્રાટક્યો છે.
રીક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 8.2ની નોંધાઈ છે.
ભૂકંપનું સ્થળ ટોંગા દેશથી પણ 200 માઈલ જેટલું જ દૂર આવેલું છે.
પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે કહ્યું છે કે ઉપલબ્ધ ડેટા અનુસાર, પેસિફિક સમુદ્રના કાંઠે વસેલા દેશો માટે વિનાશક સુનામી મોજાં ઉછળવાની સંભાવના નથી તેથી હવાઈ ટાપુ પર કોઈ જોખમ નથી.
ભૂકંપમાં જાનહાનિ થયાનો કે મિલકતને નુકસાન થયાનો હજી સુધી કોઈ અહેવાલ નથી.