લંડનઃ બ્રિટન અને મોરિશિયસની વચ્ચે છેવટે ચાગોસ દ્વીપ મુદ્દે સમજૂતી થઈ છે. બ્રિટન હિન્દ મહાસાગરમાં સ્થિત મહત્ત્વનો ચાગોસ દ્વીપને મોરિશિયસને સોંપવા માટે સહમત થઈ ગયું છે. આ દ્વીપને લઈને આ બંને દેશોની વચ્ચે અડધી સદીથી વધુ સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.
બ્રિટને કહ્યું હતું કે સમજૂતી હેઠળ એ ચાગોસ દ્વીપ સમૂહની અખંડિતતાને મોરિશિયસને સોંપી દેશે. આ સમજૂતી પછા દાયકો પહેલાં દ્વીપથી વિસ્થાપિત થયેલા લોકોને ઘરે પરત ફરવાની મંજૂરી મળી ગઈ છે. જોકે બ્રિટન ડિએગો ગાર્સિયા પર સ્થિત યુકે- અમેરિકી સૈન્ય અડ્ડાનો ઉપયોગ કરવો જારી રાખશે. બ્રિટન અમેરિકાની સાથે મળીને ચાગોસના ડિએએગો ગાર્સિયા દ્વીપ પર સૈન્ય અડ્ડાનું સંચાલન કરે છે, જે હિન્દ મહાસાગરમાં એને વ્યૂહાત્મક એડવાન્ટેજ આપે છે.
ચાગોસ ટાપુઓ વિવાદ શું છે?
ચાગોસ વિવાદ હિંદ મહાસાગરમાં દ્વીપસમૂહની આસપાસ છે, જેનો બ્રિટને 1814માં મોરેશિયસ સાથે દાવો કર્યો હતો. 1966માં બ્રિટને ચાગોસ ટાપુઓનો સૌથી મોટો ટાપુ ડિએગો ગાર્સિયા, યુનાઇટેડ સ્ટેટ્સને લીઝ પર આપ્યો, જે આ વિસ્તારમાં લશ્કરી થાણું બનાવવા માગે છે. આ પગલાને કારણે 1960 અને 1970ના દાયકામાં આશરે 2,000 ચાગોસિયનોને સેંકડો માઇલ દૂર મોરેશિયસ અને સેશેલ્સમાં ફરજિયાતપણે દૂર કરવામાં આવ્યા.ચાગોસીઅન્સ મોટા ભાગે 18મી સદીમાં ટાપુઓ પર લાવવામાં આવેલા આફ્રિકન ગુલામોના વંશજો છે. ત્યારથી તેઓ તેમના દેશમાં પાછા ફરવાના અધિકાર માટે લાંબી કાનૂની લડાઈમાં વ્યસ્ત છે. તેમની તરફેણમાં બ્રિટિશ કોર્ટના ઘણા નિર્ણયો હોવા છતાં યુકેની સુપ્રીમ કોર્ટે 2008માં આ નિર્ણયોને ઉથલાવી દીધા. 1968માં બ્રિટનથી આઝાદી મેળવનાર મોરેશિયસે ચાગોસ ટાપુઓ પર સતત પોતાનો દાવો જાળવી રાખ્યો છે. મોરેશિયસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અનિરુદ્ધ જુગનાથે ભારપૂર્વક જણાવ્યું હતું કે મોરેશિયસથી ચાગોસને અલગ કરવું એ યુએનના ઠરાવોની વિરુદ્ધ છે અને દેશ સાથે ઘોર અન્યાય છે.
