વોશિંગ્ટનઃ લોન્ચના આશરે 21 વર્ષ પછી નાસાનો એક નિવૃત્ત ઉપગ્રહ રિયુવેન રેમાટી હાઇ એનર્જી સોલર સ્પેક્ટ્રોસ્કોપિક ઇમેજર (RHESSI) એપ્રિલમાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરવાની અપેક્ષા છે. જોકે એ મનુષ્યો માટે કોઈ જોખમ ઊભું નહીં કરે.
આ ઉપગ્રહને 2002માં લોન્ચ કરવામાં આવ્યો હતો. RHESSIએ લો અર્થ કક્ષાને સૌર ફ્લેયર્સ અને કોરોનલ માસ ઇજેક્શનનું અવલોકન કર્યું, જેનાથી વૈજ્ઞનિકોને એના ભૌતિકી સ્વરૂપને સમજવામાં મદદ મળી કે જેથી ઊર્જાના એટલા શક્તિશાળી વિસ્ફોટ કેવી રીતે કરવામાં આવે છે.અમેરિકાનો સંરક્ષણ વિભાગ- જે ઉપગ્રહની દેખરેખ કરી રહ્યો છે. વિભાગ અપેક્ષા કરી રહ્યો છે કે 660 પાઉન્ડનું અંતરિક્ષ યાન બુધવારે રાતે આશરે 9.30 કલાકે વાતાવરણમાં ફરીથી પ્રવેશ કરશે, પણ સમયમાં ફેરફાર હોઈ શકે છે.
જોકે નાસાને અપેક્ષા છે કે મોટા ભાગે અંતરિક્ષ યાળ બળી જશે, કેમ કે એ વાતાવરણના માધ્યમથી યાત્રા કરી રહ્યું છે. જોકે એના કેટલાક પુરજા પુનઃપ્રવેશથી બચવાની અપેક્ષા છે. એજન્સીએ એક નિવેદનમાં કહ્યું હતું કે પૃથ્વી પર કોઈ પણ નુકસાન થવાનું જોખમ ઓછું છે.
અંતરિક્ષ યાને ઓર્બિટલ સાયન્સિસ કોર્પોરેશન પેગાસસ એકસએલ રોકેટ પર ઉચ્ચ-ઊર્જા ઇલેક્ટ્રોનોની ઇમેજ બનાવાના મિશન સાથે લોન્ચ કર્યું, જે સૌર ફ્લેચર્સમાં જારી ઊર્જાનો એક મોટો હિસ્સો લઈ જાય છે. આ એકમાત્ર ઉપકરણ, એક ઇમેજિંગ સ્પેક્ટ્રોમીટરની સાથે હાંસલ કર્યું છે, જેણે સીર્યથી એક્સ-રે અને ગામા કિરણો નોંધ્યા છે.