કોવિશીલ્ડ નહીં, ભારતના વેક્સિન-સર્ટિફિકેટ સામે વાંધો-છેઃ બ્રિટન

લંડનઃ બ્રિટિશ સરકારે માન્યતાપ્રાપ્ત રસી તરીકે કોવિશીલ્ડનો સમાવેશ કરવા માટે તેની ટ્રાવેલ નીતિમાં ફેરફાર કર્યો છે. તેમ છતાં, એણે કહ્યું છે કે કોવિશીલ્ડ રસીના બંને ડોઝ લેનાર ભારતીયોએ તો બ્રિટનમાં પ્રવેશ્યા બાદ ક્વોરન્ટિન અવસ્થામાં રહેવું જ પડશે, કારણ કે અમને ભારતના વેક્સિન સર્ટિફિકેટ મામલે સમસ્યા છે.

બ્રિટનની નવી ગાઈડલાઈન્સ અનુસાર, એસ્ટ્રાઝેનેકા કોવિશીલ્ડ, એસ્ટ્રાઝેનેકા વેક્સઝેવરિયા અને મોડર્ન તાકેદા માન્યતાપ્રાપ્ત રસીઓ તરીકે ક્વાલિફાઈ થઈ છે. કોવિશીલ્ડના બંને ડોઝ લેનાર ભારતીયોએ હજી પણ બ્રિટનમાં પ્રવેશ્યા બાદ ક્વોરન્ટિનમાં જવું પડશે. અમને કોવિશીલ્ડ સામે કોઈ વાંધો નથી, પરંતુ ભારતમાં અપાતા વેક્સિનેશન સર્ટિફિકેટ વિશે અમને શંકા છે. અમે આ મામલે ભારત સરકાર સાથે ચર્ચા કરી રહ્યા છીએ.