શ્રીલંકન નેવી, ભારતીય નૌકા વચ્ચે સમુદ્રમાં ટક્કરઃ એકનું મોત

નવી દિલ્હીઃ શ્રીલંકાની નેવીની બોટ શ્રીલંકાના જળ ક્ષેત્રમાં ગેરકાયદે શિકાર કરી રહેલી ભારતીય માછલી પકડવાવાળી નૌકાની વચ્ચે ટક્કરમાં એક ભારતીય માછીમારનું મોત થયું છે. આ ઘટનામાં એક અન્ય ભારતીય લાપતા થયો છે. એ ઘટના કચ્છાથીવું દ્વીપના ઉત્તરમાં આશરે પાંચ સમુદ્રી માઇલના અંતરે થઈ હતી.

શ્રીલંકાન નેવીના પ્રવક્તા કેપ્ટન ગયાન વિક્રમસૂર્યાએ કહ્યું હતું કે એ ઘટના ડેલ્ફટ દ્વીપની પાસે એ સમયે થઈ, જ્યારે નેવી ગેરકાયદે શિકાર કરતા ભારતીય ટ્રોલરોને ખદેડવા માટે અભિયાન ચલાવી રહી હતી.

તેમણે દાવો કર્યો હતો કે ચાર માછીમારોને લઈ જઈ રહેલું ભારતીય ટ્રોલર આક્રમક યુદ્ધાભ્યાસ અને ખરાબ સમુદ્રી પરિસ્થિતિઓને કારણે પલટી ગયું હતું. એક માછીમાર લાપતા છે અને નેવી એની શોધખોળ કરવા માટે તપાસ ઝુંબેશ ચલાવી રહી છે. બચાવવામાં આવેલા માછીમારોમાંથી કને પંકુદુથિવુમાં દાખલ કરવામાં આવ્યો હતો, પણ તેનું મોત થયું હતું. અન્ય બે માછીમારોની હાલત સ્થિર છે, એમ પ્રવક્તે ભારતીય અધિકારીઓને ઘટનાની માહિતી આપી હતી.

ભારતે આ ઘટના અંગે નવી દિલ્હીન સ્થિત કાર્યવાહક હાઇ કમિશનને વિદેશ મંત્રાલયમાં બોલાવ્યા હતા અને આ ઘટના અંગે આકરો વિરોધ નોંધાવ્યો હતો. માછીમારોનો મુદ્દો ભારત અને શ્રીલંકાની વચ્ચેના સંબંધોમાં એક વિવાદાસ્પદ મુદ્દો છે. બંને દેશોના માછીમારોને એકબીજાના જળ ક્ષેત્રમાં ઘૂસવા માટે વારંવાર ધરપકડ કરવામાં આવે છે.