બીજિંગઃ ભારત સરકારે વિડિયોગેમ PUBG સહિત 118 મોબાઈલ ફોન એપ્સ, જેમાં મોટા ભાગની ચાઈનીઝ છે, એની પર ગઈ કાલે પ્રતિબંધ મૂકતાં ચીન ધૂઆંફૂઆં થઈ ગયું છે. એણે ભારત સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે ભારતનું આ પગલું ચાઈનીઝ ઈન્વેસ્ટરો તથા સર્વિસ પ્રોવાઈડર્સના કાયદેસર હિતનો ભંગકર્તા છે. ચીને ભારતને કહ્યું છે કે તે એની ભૂલો સુધારે.
ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તા ગાઓ ફેંગે આ વિરોધ વ્યક્ત કર્યો છે.
ફેંગે પત્રકારો સાથેની વાતચીતમાં આમ કહ્યું હતું.
ભારત સરકારે ચાઈનીઝ મલ્ટીનેશનલ ટેક્નોલોજી કંપની ટેન્સેન્ટ હોલ્ડિંગ્સ લિમિટેડની લોકપ્રિય વિડિયોગેમ PUBG સહિત 118 એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ એપ્સ ભારતમાં ડેટા સિક્યોરિટી માટે ખતરારૂપ છે એવું કારણ આપીને ભારત સરકારે તેની પર પ્રતિબંધ મૂક્યો છે.