નવી દિલ્હીઃ ચીને ભારતના સીધા વિદેશી મૂડીરોકાણના નિયમોની તીખી આલોચના કરી હતી. ચીને કહ્યું હતું કે આ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO)ના સિદ્ધાંતોની વિરુદ્ધ અને મુક્ત અને નિષ્પક્ષ વેપારની વિરુદ્ધ છે. દિલ્હીસ્થિત ચીનના એમ્બેસેડરનાં પ્રવક્તા જી રોંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે ભારત આ ભેદભાવવાળી નીતિ બદલશે અને અલગ-અલગ દેશોમાં મૂડીરોકાણ માટે એક જેવું વલણ દાખવશે. તેમણે કહ્યું હતું કે ભારત દ્વારા મૂકવામાં આવેલા પ્રતિબંધ WTOના નિયમોની વિરુદ્ધ છે અનમે G-20ના સામાન્ય સમજૂતીની વિરુદ્ધ છે. કંપનીઓ ક્યાં મૂડીરોકાણ કરે છે, એ ત્યાંના વેપારનો માહોલ અને આર્થિક સ્થિતિ પર નજર રાખે છે. કોવિડ-19થી ખરાબ આર્થિક માહોલમાં દેશોએ મળીને કામ કરવું જોઈએ.
ચીને કહ્યું, ભેદભાવપૂર્ણ નીતિમાં બદલાવ કરો
તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે ચીની મૂડીરોકાણ ભારતમાં ઉદ્યોગના વિકાસ અને રોજગારી સર્જનનું સમર્થન કરે છે. અમારી કંપનીઓએ કોરોના વાઇરસની સામે ભાકતની લડાઈમાં સક્રિયરૂપે મદદ કરી છે. અમે આશા કરીએ છીએ કે ભારત ભેદભાવપૂર્ણ નીતિમાં બદલાવ કરશે અને મુક્ત, નિષ્પક્ષ અને ન્યાયસંગત વેપારી માહોલનો રસ્તો પસંદ કરશે.
સરકારે FDI નિયમોમાં મોટા ફેરફાર કર્યા
સરકારે કોરોના રોગચાળા દરમ્યાન ચીની મૂડીરોકાણ અને ભારતીય કંપનીઓને ટેકઓવરને રોકવા માટે મોટું પગલું લેતાં પાછલા સપ્તાહે FDI નિયમોમાં મોટા ફેરફાર કર્યા હતા. આ ફેરફારો પછી કોઈ પણ વિદેશી કંપનીએ કોઈ પણ ભારતીય કંપનીનું હસ્તગત કરીને વિલય નહીં કરી શકે.
DPIITએ જણાવ્યું હતું કે ભારતની સાથે જમીની સરહદ વહેંચતા દેશોની નિકાસ હવે માત્ર સરકારની મંજૂરી પછી મૂડીરોકાણ કરી શકે છે. દેશમાં થનારા કોઈ પણ મૂડીરોકાણના લાભાર્થી પણ આ દેશોથી હશએ અથવા આ દેશોના નાગરિકો હશે આવામાં રોકાણ માટે સરકારની મંજૂરી લેવી આવશ્યક છે.
કેટલાય દેશોએ FDI નિયમોમાં ફેરફાર કર્યા છે
સરકારેને લાગે છે કે ચીની કંપનીઓ ભારતીય કંપનીઓનું હસ્તાંતરણ અથવા ખરીદવાની ફિરાકમાં છે, એટલા માટે સરકારે આ આ પગલું ભર્યું છે. ચીની કંપનીઓએ આ પ્રકારના પગલાને અટકાવવામાં માટે કેટલાય અન્ય દેશો પહેલેથી જ નિયમો કડક કરી ચૂક્યા છે. ઇટાલી, સ્પેન અને જર્મનીએ પણ પોતાના દેશોના FDI નિયમોમાં ફેરફાર કર્યા છે.