હોંગકોંગમાં ક્વોરન્ટાઈન તોડ્યાની ભારતીય બિઝનેસમેનને સજા

હોંગકોંગઃ હોંગકોંગની કોર્ટે આજે એક ભારતીય બિઝનેસમેનને કેદની સજા સંભળાવી છે. હકીકતમાં, બિઝનેસમેનને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા પરંતુ તે કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર જ બહાર નિકળી ગયા અને નિયમોનું ઉલ્લંઘન કર્યું. ઘાતક કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે દુનિયાભરના દેશોમાં જરુરી પગલા ભરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં હોંગકોંગમાં પણ બીજા દેશોથી પાછા આવનારા લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.  ક્વોરન્ટાઈનના નિયમોનું ઉલ્લંઘન કરવાના કારણે 31 વર્ષીય દીપક કુમારને ચાર સપ્તાહ માટે કેદની સજા આપવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ક્વૂન તોંગ કોર્ટમાં થયેલી સુનાવણી અંતર્ગત દીપકકુમાર 21 માર્ચના રોજ ટર્કીથી આવ્યા હતા. બાદમાં 14 દિવસ મમાટે આબરદીનના મોજો નોમાડ આબરદીન હોટલમાં લેખિત ક્વોરન્ટાઈન આદેશ અંતર્ગત તેમને રાખવામાં આવ્યા. પરંતુ ઈમિગ્રેશન અધિકારીઓએ તેમને દોષિત માન્યા કારણ કે વગર મંજૂરીએ તેઓ શેનઝેન બે કન્ટ્રોલ પોઈન્ટ દ્વારા હોંગકોંગથી નિકળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

દીપકકુમારનો પ્રથમ એવો મામલો સામે આવ્યો છે કે જેમાં ક્વોરન્ટાઈનના નિયમોનુંં ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 19 માર્ચથી જ ચીનની બહારથી આવનારા લોકો માટે 14 દિવસનું ક્વોરન્ટાઈન અનિવાર્ય કરવામાં આવ્યું છે. આનું ઉલ્લંઘન કરનારા લોકોને 6 માસની કેદ સાથે દંડની ચૂકવણી કરવી પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]