શ્રીલંકાના ખેડૂતો, માછીમારોને મફત-ઈંધણ પૂરું પાડશે ચીન

કોલંબોઃ શ્રીલંકાના 12,32,750 જેટલા ખેડૂતોને ચીન ઈંધણ પૂરું પાડવાનું છે અને 3,700થી વધારે માછીમારોને માછીમારીની હોડીઓ પૂરી પાડશે. ઉલ્લેખનીય છે કે, સામ્યવાદી ચીન શ્રીલંકામાં વ્યાપક રીતે મૂડીરોકાણ કરી રહ્યું છે.

શ્રીલંકામાં ચીની દૂતાવાસે એક ટ્વીટ દ્વારા આ જાહેરાત કરી છે. તેણે જણાવ્યું છે કે, ચીન શ્રીલંકાને 1 કરોડ 6 લાખ લીટર ડિઝલ દાનમાં આપશે. એને કારણે 12 લાખ, 32 હજારથી વધારે ખેડૂતોને ખેતીવાડીમાં સહાયતા મળશે. એવી જ રીતે, માછીમારોને 40 ફૂટ જેટલી લાંબી હોડીઓ પૂરી પાડશે.